ગાઝા બોર્ડર ઈઝરાયેલના કબજામાં: યુધ્ધ વકર્યું

  • October 10, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇઝરાયેલ હવાઈ હુમલા બંધ નહીં કરે તો બંધકોને મારવાની શરૂઆત કરવાની હમાસની ધમકી બાદ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં તંગદીલી વધી છે.જ્યારે પણ ચેતવણી આપ્યા વિના પેલેસ્ટાઈન પર બોમ્બમારો કરશે ત્યારે ત્યારે એક એક ઇઝરાયલી બંધકને ફાંસી આપવાની ધમકી આપી હતી, કારણ કે ઇઝરાયેલે 300,000 અનામત સૈનિકો સાથે ગાઝા પટ્ટીની ઘેરી લીધી છે અને ભયંકર હુમલો કરવાની તૈયરિઅમ હોય એવો અંદેશો છે. હમાસે લાંબી લડાઈ લડવાનો નિધર્રિ વ્યક્ત કર્યો હતો. ઇઝરાયેલની ટીવી ચેનલોએ જણાવ્યું હતું કે હમાસના હુમલામાં મૃત્યુઆંક વધીને 900 ઇઝરાયેલીઓ પર પહોંચી ગયો છે. સામાપક્ષે ઈઝરાયેલે આજે વહેલી સવારથી ગઝ પટ્ટી પર હવાઈ હુમલા વધારી દીધા છે જેમાં ગઝપટ્ટીમાં 130 ઈમારતોને ધ્વસ્ત કરી નાખવામાં આવી હતી. ગાઝા પટ્ટીમાં માયર્િ ગયેલાઓનો આંકડો 750 સુધી પહોચી ગયાની સુત્રોએ જણાવ્યું હતું. યુદ્ધમાં અત્યાર સુધીમાં મરનારાઓનો આંક 1650 થયો છે અને ઓછામાં ઓછા 2,600 ઘાયલ થયા છે. હમાસે ઓઝ્રયેલના સોથી વધુ નાગરિકોને બંધક બનાવ્યાં હોઅવાનું કહેવાય છે.


ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે બીજ યુદ્ધ ચાલુ છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના 900 લોકો માયર્િ ગયા છે. 2,600 થી વધુ ઘાયલ થયા છે. જયારે ગાઝા પટ્ટીમાં 560 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 2,900 લોકો ઘાયલ થયા છે. ત્યારે યુદ્ધની વચ્ચે, ઇઝરાયેલી આર્મી એ તેના નાગરિકો માટે 10-પોઇન્ટની એડવાઇઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ હાલમાં યુદ્ધમાંથી પસાર થઈ રહ્યું છે અને તેથી આગામી 72 કલાક ઘણા મહત્વપૂર્ણ સાબિત થવાના છે. હોમ ફ્રન્ટ કમાન્ડે પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે લોકોને આગામી ત્રણ દિવસ માટે કેટલીક વસ્તુઓની વ્યવસ્થા કરવાની છે. જેથી તે યુદ્ધ દરમિયાનની પરેશાનીઓથી બચી શકે. એડવાઈઝરીમાં જણાવ્યા મુજબ ૭૨ કલાક માટે વ્યકિત દીઠ ત્રણ લિટર પાણીની વ્યવસ્થા કરો, યુદ્ધ દરમિયાન ખાધપદાર્થેાની સમસ્યાથી બચવા માટે, તમારી સાથે તૈયાર અથવા સૂકો ખોરાક રાખો,યુદ્ધ દરમિયાન વીજળીની વ્યવસ્થામાં સમસ્યા આવી શકે છે, તેથી બેટરીથી ચાલતી ટોર્ચની વ્યવસ્થા કરો. બેટરીથી ચાલતો રેડિયો હંમેશા સાથે રાખો, જેથી સમય સમય પર યુદ્ધની અપડેટ મેળવી શકો. પોર્ટેબલ બેટરી રાખો જેથી કરીને મોબાઈલ ફોન ચાર્જ કરી શકો. ખાતરી કરો કે બેટરી સંપૂર્ણ ચાર્જ થયેલ છે. ફસ્ર્ટ એઇડ કીટ પણ રાખો. જેથી કોઈને ઈજા થાય તો ઓછામાં ઓછી પ્રાથમિક સારવાર આપી શકે. જરી દવાઓ સાથે રાખો જે દરેક સમયે ઉપયોગી છે. જેથી જર પડે તેનો ઉપયોગ કરી શકીએ. દસ્તાવેજો હંમેશા સાથે રાખો. કારણ કે કોઈપણ સમયે તેમની જર પડી શકે છે. ઈન્ટરનેટ અને ઓનલાઈન સિસ્ટમ પણ યુદ્ધથી પ્રભાવિત થઈ શકે છે. તેથી પાસે થોડી રોકડ રકમ રાખો.જો ઘરમાં બાળકો અથવા પાળતુ પ્રાણી છે, તો તેમની જરી વસ્તુઓ સાથે રાખો.

આ યુદ્ધ અસર લેબનોનમાં પણ જોવા મળી રહી છે. એક તરફ પશ્ચિમ કાંઠે ૧૬ લોકોના મોત થયા છે અને ૨,૬૧૬ લોકો ઘાયલ થયા છે, તો બીજી તરફ લેબનોનમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. એકંદરે, અત્યાર સુધીમાં બંને પક્ષોના ૧,૪૭૯ લોકો માર્યા ગયા છે અને ૫.૫ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application