ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા તૈયાર, જય શાહ સાથે કરી મીટીંગ

  • May 29, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાના આગામી હેડ કોચ કોણ બનશે? આ પ્રશ્નનો જવાબ કદાચ હવે મળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા માટે રાજી થઈ ગયો છે. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચનું પદ સંભાળશે. અહેવાલ મુજબ માહિતી મળી હતી કે ગૌતમ ગંભીર હેડ કોચ બનશે એ વાત નક્કી જ છે અને BCCI અને તેની વચ્ચે ડીલ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ ગંભીરને હેડ કોચ બનાવવાની જાહેરાત થશે.


આઈપીએલ 2024ની ફાઈનલ 26મી મેના રોજ હતી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે હતી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આઈપીએલ ફાઈનલ બાદ તરત જ ગૌતમ ગંભીરને મળ્યા હતા. બંને લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ગંભીરે હેડ કોચના પદ માટે અરજી કરી હતી કે નહીં  પરંતુ એ વાત ચોક્કસ છે કે BCCI તેને હેડ કોચ બનાવવા માંગે છે અને અગત્યની વાત એ છે કે ગંભીર પણ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવા માટે રાજી થઈ ગયો છે.


ગૌતમ ગંભીર દેશ માટે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવા માટે રાજી થઈ ગયો છે. ગંભીર એક દેશભક્ત છે અને તેથી જ તે સાડા ત્રણ વર્ષ માટે ટીમ ઈન્ડિયામાં જોડાવા માટે રાજી થયો છે. જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે તો તેના પર કામનો બોજ વધી જશે પરંતુ તે દેશ માટે આ બધું કરવા તૈયાર છે. હવે જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બને છે તો તેણે KKR છોડવું પડશે. જો કે એ નક્કી છે કે જ્યારે પણ તે KKRમાં પરત ફરવા માંગશે ત્યારે આ ફ્રેન્ચાઈઝી તેનું સ્વાગત કરશે. આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે ગંભીર હેડ કોચ બનશે કે નહી?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application