નવાગામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ગઠિયાએ ૪૦ હજારની છેતરપિંડી કરી

  • October 26, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.નવાગામના ટ્રાન્સપોર્ટર સાથે ગઠિયાએ ટ્રાન્સપોર્ટના માલની ગાડીના એડવાન્સ .૪૦ હજાર ટ્રાન્સફર કરાવી ફોન સ્વીચઓફ કરી દઇ છેતરપિંડી કરતા આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે અજાણ્યા નંબર ધારક સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
છેતરપિંડીના આ બનાવ અંગે નવાગામ વચ્છરાજ હોટલની પાછળ રહેતાં લાલજીભાઈ કરમશીભાઈ લીંબડીયા (ઉ.વ.૨૭) દ્રારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મો. નં.૯૯૨૪૮૫૫૫૪૧ ના ધારકનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રાન્સપોર્ટનું કામ કમીશનથી કરે છે. ગત તા. ૧૦૦૭ ના તેઓને જયપુર, જોધપુર અને જબલપુર ટ્રાન્સપોર્ટનો માલ ભરી ગાડી મોકલવાની હોય જેથી તેઓએ ટ્રાન્સપોર્ટના ગ્રુપમાં ગાડી બાબતે મેસેજ કર્યેા હતો. જેથી તેઓને મો.ન.ં ૯૯૨૪૮ ૫૫૫૪૧ માંથી ફોન આવ્યો હતો કે, મારી ત્રણ ગાડી ફ્રી છે. જેથી તેમની સાથે ફોનમાં વાત કરી ભાડા બાબતે અને ટ બાબતે ચર્ચા કરી હતી.
બાદમાં બીજા દિવસે તેમના ડ્રાઇવર ગાડી લઈ આવ્યાં હતાં અને ત્રણેય ગાડીમાં ટ્રાન્સપોર્ટનો માલ ભરી રવાના કર્યેા હતો. બે ગાડીઓના ડીઝલ સહિતના ખર્ચા પેટે .૨૦–૨૦ હજાર તેમ મળી કુલ .૪૦ હજાર ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ અચાનક જ ગાડી મોકલનાર શખસે તેનો ફોન સ્વીચઓફ કરી નાંખતા તેમની સાથે ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જે બાદ માલ મોકલનાર પાર્ટી પાસેથી ડ્રાઇવરના મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરી ગાડીઓ રોકાવી હતી. તેમની પૂછપરછ કરતાં તેમને તેમના શેઠે માલ અમદાવાદ નાંખવા જવાનો હોવાનું ખોટું જણાવ્યું હતું.
જેથી શૈલેષ નામથી ખોટી ઓળખ આપી મોબાઈલ નંબર પર કોલ કરી છેતરપિંડી કરવાના ઈરાદે પોતાની ગાડીઓના ડ્રાઈવર અને વાહન નંબર આપી ટ્રાન્સપોટેશનનું ભાડુ નકકી કરી એડવાન્સ પેટે અન્ય શખસના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવી .૪૦ હજારની છેતરપિંડી કર્યા અંગે આ અ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે કુવાડવા રોડ પોલીસે આઇટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News