સરદાર પટેલ શાળાના શિક્ષક સાથે ગઠીયાએ ૫૩ લાખની કરી ઠગાઈ

  • August 13, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સ્કુલના સાઈન્સ શિક્ષકે ફેસબુકમાં આવેલી શેર માર્કેટને લગતી એડની લીંકમાં જોડાઈ શેરબજારમાં ટ્રેડીંગના નામે સાઈબર ગઠીયાએ રોકાણ કરી કમાણી કરવાનું પ્રલોભન આપતા શિક્ષકે ઓનલાઈન બેંક એકાઉન્ટમાં રૂા. ૫૩.૦૭ લાખ ભરાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત થતા ફરીયાદ નોંધાવી હતી.



શહેરના  કાળિયાબીડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સંકુલમાં સાઈન્સ વિભાગના કેમેસ્ટ્રી શિક્ષક અને સ્ટાફ કવાર્ટરમાં રહેતા મુળ બોટાદ જિલ્લાના ધારપીપળા ગામના ચેતનભાઈ વિનોદભાઈ જોષીએ ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૮.૦૪ના રોજ તો મોબાઈલમાં ફેસબુકમાં એક શેરબજારને લગતી જાહેરાત જોવા મળતા અને તેમા વોટ્સઅપ ગૃપમાં જોઈન્ટ થયા બાદ તેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી બાદ તેઓએ આફમાપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરતા ટ્રેડિંગ વિષે આઈપીઓ લાગશે અને નફો થશે તેવુ જણાવી તેની પાસે એપ્લીકેશન એકાઉન્ટ બનાવી વોટસએપમાં સ્ટોક એપ્લીકેશનમાંથી ખરીદ કરવા બેંક એકાઉન્ટ મંગાવતાતેઓએ તેના પિતા વિનોદભાઈ જોષીના એકાઉન્ટમાથી અલગ અલગ સમયે વિશ્વાસમાં આવી શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂા. ૫૩.૯૦ લાખ બેંક એકાઉન્ટમાં તેની પાસેથી મેળવી લીધા હતા.

બાદ તેઓને બેંક એકાઉન્ટમાં ૮૩ હજારનું વિડ્રોલ આપ્યુ હતું. બીજીવાર નાણા વિડ્રોલ કરવા રીકવેસ્ટ કરતા તેઓને ટેક્સ અને બીજા ચાર્જીસના વધુ પૈસા ભરવા પડશે તેમ કહી તેઓની રકમ વિડ્રોલ ન થવા દઈ તેઓ સાથે  વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે આઈપીસી. ૪૦૬, ૪૨૦, ૪૧૯, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application