જૂનાગઢમાં કાલે ગુજરાતના શિરમોર પત્રકારોનો મેળાવડો

  • December 24, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'જયાં શિક્ષણ એ પરંપરા છે 'તેવી જૂનાગઢની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ડો સુભાષ એકેડમીના તા.૨૫ ડિસેમ્બરના વાર્ષિકોત્સવની ઉજવણી થશે. ડો સુભાષ એયુકેશન ફાઉન્ડેશન દ્રારા યોજાનાર કાર્યક્રમ અંતર્ગત આજકાલના ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સહિતના વરિ પત્રકારોની ઉપસ્થિતિ અને અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. આવતીકાલે યોજાનારા કાર્યક્રમમાં સંસ્થાની વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓ ઉપરાંત આહિર રત્નોનું સન્માન તથા રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
સેવા, સાધના અને સંસ્કારની તપોભૂમિ એવા ગિરનારની ગોદમાં આવેલ ઐતિહાસિક નગરી જૂનાગઢમાં અગ્રણી કેળવણીકાર પેથલજીભાઈ ચાવડા(બાપુજી) સ્થપિત ડો. સુભાષ એકેડમી, સંલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડો.સુભાષ યુનિવર્સિટીના ઉપક્રમે આવતીકાલે ડો સુભાષ એકેડમી રંગભવન ખાતે વાર્ષિકોત્સવ ૨૦૨૪ની ઉજવણી અંતર્ગત આહિર રત્નોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બુધવારે સવારે ઙો સુભાષ એકેડમી ખાતે યોજાનાર કાર્યક્રમનું ઉધ્ઘાટન અજયભાઈ ઉમટના વરદ હસ્તે થશે. જેમાં જગદીશભાઈ મહેતા, રોનકભાઈ પટેલ, (એન્કર, એ.બી.પી.ન્યુઝ) પ્રવીણભાઈ આહીર, (એન્કર, જી.એસ. ટીવી ન્યુઝ) હેમંતભાઈ ગોલાણી (એન્કર વી.ટીવી. ન્યુઝ),અને ગોપીબેન ઘાંઘર (એન્કર, નિર્ભય ન્યુઝ) ખાસ ઉપસ્થિત રહેશે .
આ જ બેઠકમાં કાનાભાઈ બાંટવા,(ગ્રુપ એડિટર, આજકાલ દૈનિક) અર્જુન ડાંગર, (સેટેલાઈટ સ્ટેટ એડિટર, દિવ્યભાસ્કર ) રજની કાતરીયા (પોપટભાઈ) (સોશિયલ મીડિયા આશ્રમ, મહત્પવા)અને વિજય જોટવા(ડી.ડી.ભારતી ન્યુઝ) સહિતના આહિર રત્નોનું સન્માન કરવામાં આવશે. સાથે સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ્ર દેખાવ કરનાર સંસ્થાના વિધાર્થીઓનું સન્માન કરી કરાશે.
વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉપરાંત સાંજના સમયે બીજા સેશનમાં સુભાષ એકેડેમીની વિવિધ સંસ્થાઓના વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક રંગારગં કાર્યક્રમ પણ યોજાશે, આ કાર્યક્રમનું ઉધ્ઘાટન સંદેશ ટીવી એન્કર નુપુરભાઈ પટેલ ના હસ્તે કરાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના વડા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને સંસ્થાના સંયોજક રાજ ચાવડાના માર્ગદર્શન હેઠળ ડો.સુભાષ એકેડમીની ટીમ દ્રારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application