દરેડમાં ગેસ રીફીલીંગનું કારસ્તાન: બે પકડાયા

  • August 22, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સ ફરાર : કુલ ૭૩ બાટલા સહિત ૧.૬૧ લાખનો મુદામાલ કબ્જે

જામનગર એસઓજીની ટુકડીએ વધુ એક ગેસ રીફીલીંગનું કારસ્તાન પકડી પાડયું છે, અહીના દરેડ મસીતીયા રોડ ઇન્દીરા કોલોની વિસ્તારમાં શખ્સો દ્વારા ગેસ રીફીલીંગ કરવામાં આવી રહયું છે જેના આધારે એસઓજીએ દરોડો પાડી બે શખ્સોને કુલ ૭૩ બાટલા સહિત ૧.૬૧ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા જયારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં ચાલતી અસામાજીક  પ્રવૃતિ કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, ચન્દ્રસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ ઝાલા તથા હર્ષદભાઇ ડોરીયાને બાતમી મળેલ કે અહી દરેડ મસીતીયા રોડ, ઇન્દીરા કોલોની, ખફી પ્રોવિઝન સ્ટોરની સામેની ગલીમાં આદમ ઉર્ફે કારા ખફી પોતાની ઓરડીમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલમાથી ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરી તેનુ ગેરકાયદે રીતે વેચાણ કરે છે.
જે હકીકત આધારે રેઇડ કરતા ત્યાથી સમીર આરીફ ખફી તથા જાવીદ રસીદ નોયડા રહે. દરેડ મસીતીયા રોડ, જામનગર નામના બે ઇસમોને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારથી ગેરકાયદે રીતે ગેસના ભરેલ તથા ખાલી બાટલાઓ કુલ નંગ ૭૩ તથા લોખંડની ઇલેકટ્રીક એસેમ્બલ મોટર, પાઇપો, રેગ્યુલેટર તથા નોઝલ એક ઇલેકટ્રીક વજન કાંટો મળી કુલ ૧.૬૧.૬૦૦ના મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુઘ્ધ સીટી-બી ડીવીઝનમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application