એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો સાથે છેતરપીંડી ન થાય અને તેમને સીલબધં બાટલો મળે તે દિશામાં કંપની ઓ પ્રયત્ન કરી રહી છે, જે અનુસંધાને ગેસ વિતરણ કરતી કંપની બીપીસીએલે સિલિન્ડર પર કયૂઆર કોડ લગાવવાનું નક્કી કયુ છે.ભારત પેટ્રોલિયમ કોર્પેારેશન લિમિટેડ (બીપીસીએલ) એ પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા નવી સુવિધા શ કરી છે. તેનું નામ 'પ્યોર ફોર શ્યોર' આપવામાં આવ્યું છે.કંપનીએ કહ્યું કે દેશમાં આવા પ્રકારની પ્રથમ સેવા છે. કંપની પ્રમાણે જે એલપીજી સિલિન્ડર ગ્રાહકોના ઘર પર ડિલીવર થશે તેમાં છેડછાડ–વિરોધી સીલ હશે, જેના પર કયૂઆર કોડ પણ દેખાશે. તેના દ્રારા પ્રોડકશન પ્લાન્ટથી ગ્રાહક સુધી સિલિન્ડરની ગેરંટી આપવામાં આવશે. કયૂઆર કોડને સ્કેન કરવા પર ગ્રાહકોને એક સિેચર ટૂનની સાથે એક વિશિષ્ટ્ર પ્રોય ફોર શ્યોર પોપ–અપ જોવા મળશે. આ પોપ–અપમાં સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગત હાજર હશે. ઉદાહરણ માટે ભરવા સમયે સિલિન્ડરનું કુલ વજન કેટલું હતું, સીલ માર્ક હતું કે નહીં વગેરે. આ ગ્રાહકોને ડિલીવરી સ્વીકાર કરતા પહેલા પોતાના સિલિન્ડરને પ્રમાણિત કરવા, પારદર્શિતા અને વિશ્વાસ નક્કી કરવાનો અધિકાર આપે છે. જો સિલિન્ડરના સીલ સાથે કોઈ છેડછાડ થાય તો કયૂઆર કોડ સ્કેન કરવા યોગ્ય રહેતો નથી, જેનાથી ડિલીવરી અટકી જાય છે.
શું કહ્યું કંપની અધિકારીઓએ ?
અધિકારીએ જણાવ્યું હતું કે, એલપીજી ઇકોસિસ્ટમમાં કેટલાક જૂના મુદ્દાઓ છે જેમ કે ટ્રાન્ઝિટમાં ચોરી, અપેક્ષિત ડિલિવરી સમયે ગ્રાહકની હાજરી અને રિફિલ ડિલિવરી માટે સમયની પસંદગી વગેરે, જે ઉકેલવામાં આવશે. અમે એલપીજી ઇકોસિસ્ટમમાં ડિલિવરી વુમનનો પણ સમાવેશ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ, કારણ કે આ પ્રોડકટને મહિલાઓ કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech