મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્રારા ગેસ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રોડને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું મંજુરી વિના કામગીરી કરી રોડને નુકશાન કરતા ગત ઓકટોબર માસમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત પેટા વિભાગ દ્રારા ગુજરાત ગેસને નોટીસ આપવામાં આવી હતી અને આજે ફરીથી નોટીસ અંગે યાદી ગુજરાત ગેસને આપવામાં આવી છે.
મોરબી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્રારા ગુજરાત ગેસ લીમીટેડના ઓફિસરને ગત તા. ૨૯–૧૦–૨૪ ના રોજ નોટીસ આપી જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ ૩.૬૦ કરોડના ખર્ચે રવાપર–લીલાપર રોડ જોઈનીંગ રવાપર ઘુનડા રોડ (એસ.પી.રોડ) બનાવવામાં આવ્યો હતો જેના બંને બાજુ ડોમેસ્ટિક ગેસ લાઈન નાખવામાં આવી છે આપની કચેરી દ્રારા ગેસની લાઈન નાખવા તેમજ રોડને નુકશાન પહોંચાડવા અંગે કચેરીથી પત્ર દ્રારા જાણ કરવામાં આવી છે છતાં કોઈપણ પ્રકારની મંજુરી કે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
જે અંતર્ગત રોડની તાત્કાલિક રીસ્ટોરેશન કામગીરી કરવાની જરિયાત હોવાથી રોડને જે નુકશાન પહોંચાડવામાં આવેલ છે તેની કામગીરીનો ખર્ચ આશરે ૭૬,૩૬,૨૦૦ થાય છે જેથી રસ્તાના રીપેરીંગરીસ્ટોરેશન રીનોવેશન માટે માર્ગ અને મકાન પંચાયત જીલ્લ ા પંચાયત ડીપોઝીટ પેટે રકમ જમા કરાવ્યે રોડનું રીપેરીંગ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું જે નોટીસને ત્રણ માસ વીત્યા છતાં ગુજરાત ગેસ દ્રારા દંડની રકમ ભરવામાં આવી ના હતી જેથી આજે ફરીથી યાદી મોકલી દંડની રકમ ૭ દિવસમાં ભરપાઈ કરવા જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech