કચરાકાંડ તપાસ સમિતિનો અહેવાલ મ્યુ.કમિશ્નરના દરબારમાં: બે-ત્રણ દિ’માં ફેંસલો

  • September 22, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુલાબનગર ડમ્પીંગ સાઇડ ઉપર લીગેસી વેસ્ટ દ્વારા મુકાયેલા ા.3 કરોડના બીલમાં કેટલી પેનલ્ટી થશે ?: ચારેકોર ચચર્:િ ભાજપનું જ એક જુથ વધુ પેનલ્ટી થાય તેવું ઇચ્છે છે ત્યારે અન્ય જુથ સામાન્ય પેનલ્ટી કરીને મામલો રફેદફે કરવા કરે છે દબાણ


જામનગરમાં ગુલાબનગર ડમ્પીંગ સાઇડ પર લીગેસી વેસ્ટના નામે ા.3 કરોડનું બીલ પાસ કરાવવા માટે કેટલાક લોકોએ હવાતીયા માયર્િ હતાં અને આ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ મ્યુ.કમિશ્નરે ડીએમસીના માર્ગદર્શન હેઠળ તપાસ સમિતિ નીમી હતી, હવે આ તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે, સમગ્ર મામલો મ્યુ.કમિશ્નરના દરબારમાં પહોંચ્યો છે ત્યારે આ કંપની ઉપર કેટલી પેનલ્ટી લાગે છે તેના ઉપર સૌની નજર છે, બીજી તરફ ભાજપના એક જુથ દ્વારા કંપની પર વધુ પેનલ્ટી લગાવાય તેવું દબાણ કરવામાં આવી રહ્યું છે જયારે અન્ય જુથ દ્વારા સામાન્ય પેનલ્ટી લગાવીને આ સમગ્ર મામલો રફેદફે કરવા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાંડમાં સંડોવાયેલા અને લાગભાગમાં રોકાયેલા શખસો સામાન્ય પેનલ્ટી થાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.


થોડા સમય પહેલા ગુલાબનગર ડમ્પીંગ સાઇડ ઉપર લીગેસી વેસ્ટ કંપની દ્વારા સોલીડ વેસ્ટના કેટલાક લોકોને સાથે રાખીને કચરાનું બીલ બનાવવામાં આવ્યું હતું, આશરે ા.3 કરોડનું આ બીલ રજૂ થયું હતું, ત્યારબાદ ઉહાપોહ થતાં સમગ્ર મામલો પેચીદો બન્યો હતો. આખરે મ્યુ.કમિશ્નરે ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ લીગેસી વેસ્ટ પ્રોસેસીંગની કામગીરી કરતી વડોદરાની વૈભવી ક્ધસ્ટ્રકશન દ્વારા કામ કરવામાં આવ્યું હતું અને કામમાં કેટલીક ગોબાચારી પણ બહાર આવી હતી. આ કામગીરી ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ, ચીફ ઓડીટર કોમલ પટેલ, સોલીડ વેસ્ટના મુકેશ વરણવા અને હાલમાં જેમની બદલી થઇ છે તેવા દિપક શીંગાળાને પણ કમીટીમાં નીમવામાં આવ્યા હતાં. આ કમીટીએ પોતાનો અહેવાલ મ્યુ.કમિશ્નરને આપી દીધો છે, હવે આ રિપોર્ટમાં શું છે ? તે તો હવે ખુલજા સીમ-સીમની જેમ બહાર આવશે પરંતુ સુત્રોના કહેવા મુજબ આ મામલામાં કંઇ થવાનું નથી અને સામાન્ય પેનલ્ટી ફટકારીને આ મામલો રફેદફે કરી દેવામાં આવશે.


જે લોકો આ કૌભાંડમાં સમાયેલા છે તેઓ અવારનવાર મ્યુ.કમિશ્નર અને પદાધિકારીઓની મુલાકાતો લઇ રહ્યા છે, ગમે તેમ કરીને ઓછી પેનલ્ટી લાગે તેવા ભરપુર પ્રયાસો કરી રહ્યા છે અને દબાણ પણ લાવવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, કમિટીમાં રહેલા સભ્યોનો રિપોર્ટ પોઝીટીવ હશે તેવી વિગતો પણ બહાર આવી રહી છે, જો કે આ સમગ્ર મામલે કમિટીના અહેવાલ મુજબ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી કેટલી વિશ્ર્વનીયતા રાખે છે તેના ઉપર સૌની નજર છે, લગભગ બે-ત્રણ દિવસમાં સમગ્ર મામલો બહાર આવે એવી પણ શકયતા છે, હાલ તો આ મામલો ઠંડો પડી ગયો છે, ત્યારે છેવક સુધી આ મામલે ઓછી પેનલ્ટી થાય તે માટે ભરપુર પ્રયાસો થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. કેટલીકને આડકતરી ચિમકી પણ આપવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે સમગ્ર મામલો ડીએમસીના દરબારમાં છે ત્યારે આ મામલે કેવો નિર્ણય લેવાય છે, મોટી પેનલ્ટી થાય છે કે કેમ ? કે આ મામલો સામાન્ય ગણીને તપાસ સમિતિના અહેવાલ મુજબ રફેદફે કરી દેવામાં આવે છે કે કેમ ? તે અંગે કોર્પોરેશનમાં અનેક ચચર્િ થઇ રહી છે, નવા પદાધિકારીઓ આ મામલે કેવું વલણ અપનાવશે તે હજુ નકકી થતું નથી, પરંતુ ધારાસભ્ય અને ભાજપના શહેર પ્રમુખ પણ આ મામલે કડક પગલા લેવડાવવાના મુડમાં હોય એવું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application