આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો...ગરબા કિવન ઐશ્વર્યા મજમુદારના સૂર પર ખેલૈયાઓ મચાવશે ધૂમ

  • September 26, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ સાહમાં ખંઢેરી સ્ટેડિયમમાં રાજકોટવાસીઓ ચોગ્ગા–છગ્ગાનો વરસાદ માણશે અને નવરાત્રી પહેલા વિશાળ એવા વિરાણી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓના પગ થીરકશે અને રાસ ગરબાની રમઝટ બોલશે. નવલા નોરતાના પડઘમ વાગી ચૂકયા છે. રાસ રસિયાઓ પણ ગરબાના તાલે ઝુમવા તૈયાર છે. રંગીલા અને ગરબા પ્રિય રાજકોટવાસીઓ માટે તેમની જાણીતી અને માનીતી, ખેલૈયાઓની ધડકન એવી ગરબા કિવન અને વર્સેટાઇલ એવી 'મીઠુડી' સિંગર ઐશ્વર્યા મજમુદારના સૂરના સથવારે ગરબાની રમઝટ સાથે નવરાત્રીનું ધમાકેદાર વેલકમ થશે. છેલ્લા ૧૨ વર્ષથી સફળતાપૂર્વક ગરબાનું આયોજન કરનાર 'આજકાલ' ગ્રુપ અને આર.આર. ઇવેન્ટના સથવારે બોલીવૂડ અને ઢોલીવૂડની લોકપ્રિય સીંગર ઐશ્ર્વર્યા મજમુદાર ધુમ મચાવવા રાજકોટ આવી રહી છે.

ઝૂમ ઝૂમ માડી વાગે ઝણકાર તારા...ઝાલરનો ઝૂમ ઝૂમ વાગે ઝણકાર...વહેલેરા તમો આવજો સાજણ ઢોલ વાગે તો રગં જામે, આજનો ચાંદલયો મને લાગે બહુ વ્હાલો જેવા અનેક લોકપ્રિય ગરબા તેમજ અનેક હિન્દી ફિલ્મોના ગીતોથી દેશ–વિદેશમાં ખ્યાતિપ્રા ઐશ્ર્વર્યા પાંચ વર્ષ બાદ રાજકોટના ખેલૈયાઓને ડોલાવવા આવી રહી છે. ૧૩ ઓકટોબરે આજકાલ ગરબા ગ્રાઉન્ડમાં ઐશ્ર્વર્યા મજમુદારના સુરીલા સ્વરથી ખેલૈયાઓના હાથમાં ડાંડીયા અને તાલ સાથે પગ થીરકશે. વેલકમ નવરાત્રી આજકાલ ગ્રુપ અને આર.આર. ઇવેન્ટના સથવારે આયોજિત કરવામાં આવી છે. જયારથી વેલકમ નવરાત્રીની જાહેરાત થઇ છે ત્યારથી પાસના બુકિંગ માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ વિદેશના સમાચારોનો લાખો વાચકોને થાળ પિરસનાર આજકાલ દૈનિક દ્રારા ૧૨ વર્ષથી નવરાત્રી મહોત્સવનું સુંદર અને સફળ આયોજન થાય છે. ખેલૈયાઓ માટે લોર્ડસ સમાન વિરાણી ગ્રાઉન્ડમાં સુપ્રસિધ્ધ સિંગરો અને એકસ્ટ્રા ઓડિર્નરી સાઉન્ડ સિસ્ટમ અને અનેક આકર્ષક નજરાણા સાથે આયોજિત થતી નવરાત્રી ખેલૈયાઓ માટે મોસ્ટ ફેવરિટ છે.
તાજેતરમાં જ ગરબા કાર્યાલયનું મા શકિતની આરાધના સાથે ઉદઘાટન થયું હતું. કાર્યાલયના પ્રારભં સાથે જ ગરબાના પાસ મેળવવા માટે ભારે ધસારો નોંધાઇ રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવ પૂર્વે ખેલૈયાઓ માટે આજકાલ ગ્રુપે વધુ એક નજરાણુ ઐશ્ર્વર્યા મજુમદાર સાથે ગરબાનું વેલકમ કરવાનું આયોજન આર.આર. ઇવેન્ટ સાથે કયુંર્ છે. જેને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

ત્રણ વર્ષની વયથી જ આ મીઠડી, સૂરીલી ઐશ્ર્વર્યાએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે

માત્ર ત્રણ વર્ષની વયે સંગીતની તાલીમ લઇ નાની વયે જ સંગીત ક્ષેત્રમાં તેના સુરીલા સૂરથી દેશ–વિદેશમાં લોકચાહના મેળવી છે. આ મીઠડી અને સુરીલી ગાયકાએ પોતાના અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. સાત વર્ષની ઉંમરે સારેગામાપામાં ભાગ લીધો હતો અને તેના સુર અને રાગથી સંગીત ક્ષેત્રની હસ્તીઓ પણ પ્રભાવિત થઇ હતી. અત્યાર સુધીની તેની કારકિર્દીમાં તેણે અનેક હિન્દી ફિલ્મો જેમ કે પ્રેમ રતન ધન પાયો, ડિઝનીનું ફ્રોઝન ફિલ્મમાં પણ હિન્દી વર્ઝનમાં તેણે ગીત ગાયા છે. મ્યુઝિક કા મુકાબલામાં હિમેશ રેશમિયાની ટીમમાં તેણે જમાવટ કરી હતી. શ્રે ગાયીકા તરીકે તેને અનેક એવોર્ડ પણ મળ્યા છે. આ ઉપરાંત તેણે અનેક શો જેમ કે, નચ બલીયે, યગં હિન્દુસ્તાની, લીટર સ્ટાર અવોર્ડસ વગેરે શોમાં પણ એન્કરિંગ કયુંર્ છે. ૨૦૧૨માં ઐશ્ર્વર્યાએ તેની યુ–ટયુબ ચેનલ શરૂ કરી. સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ અને ૪૦ મીલિયનથી વધુ વ્યુવર્સનો રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત અનેક આલ્બમ સાથે ગુજરાતી ગરબાને નવા વર્ઝનમાં લોકો સામે મુકી પ્રખ્યાત કર્યા છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ હેલારોમાં આવ્યો આવ્યો રે...જેના હાથમાં રમે મારા મનની ઘુઘરીઓ...જેના ઢોલથી ઢબૂકે મારા પગની વીજળીઓ આ ગીત ખૂબ લોકચાહના પામ્યું હતું.

પાંચ વર્ષમાં રાજકોટવાસીઓ માટે આર. આર. ઇવેન્ટે અનેક નવા કોન્સર્ટ રજૂ કર્યા
છેલ્લા પાંચ વર્ષથી આર.આર. ઇવેન્ટે રાજકોટવાસીઓ માટે અલગ અને નીત નવા કાર્યક્રમોનું નજરાણુ પીરસ્યું છે. ૩૧ ડિસેમ્બર હોય કે પછી નવરાત્રી દર વર્ષે આર.આર. ઇવેન્ટ દ્રારા રંગીલા રાજકોટવાસીઓ માટે નવા કોન્સેપ્ટ સાથેનો પ્રોગ્રામ આપવામાં આવે છે. ખાસ કરીને મ્યુઝિકલ કોન્સર્ટમાં અત્યાર સુધીમાં સંગીત જગતની અનેક મહારથીઓની લાઇવ કોન્સર્ટ અને સ્ટેજ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન સાથે સંચાલન આર.આર. ઇવેન્ટના રાજ રાજાણી દ્રારા કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ઐશ્ર્વર્યા મજમુદાર સાથે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરેલ છે. ગ્રુપ બુકિંગ માટે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૩મી ઓકટોબરે વેલકમ નવરાત્રીના પાસ બુકિંગ માટે મો.નં.૬૭૨૪૦ ૩૪૫૯૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મધુર સ્વર સાથે ગરબા કિવન પણ બની
પા પા પગલી સાથે સારેગામાપાથી સફળતાના કદમ પર ચાલી નીકળેલી ઐશ્વર્યા તેના મધુર અવાજ સાથે સકસેસ સિંગર પણ બની છે તો સાથો સાથ ગુજરાતી ગરબાને તેણે નવુ સ્વરૂપ આપ્યું અને ગરબાને દુનિયાભરમાં અલગ ઓળખાણ અપાવી. તેના કંઠે ગવાયેલા ગરબા પર આજે યુવાધન થીરકી ઉઠે છે. શ્રે સિંગર સાથે તે બેસ્ટ પર્ફેામર પણ છે. અત્યાર સુધીમાં તેણે અનેક લાઇવ કોન્સર્ટ, સ્ટેજ પ્રોગ્રામ સાથે લાખો દિલોની ધડકન બની છે. બેસ્ટ સિંગર સાથે ઐશ્ર્વર્યાએ ગરબા કિવન તરીકેની પણ ઓળખ મેળવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application