શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સળંગ પાંચમા દિવસે કડાકો નોંધાયો છે. સેન્સેક્સે આજે વધુ 600 પોઈન્ટના ઘટાડા સાથે 81000નું લેવલ પણ ગુમાવ્યું છે. રોકાણકારોએ સળંગ પાંચ દિવસના કરેક્શનમાં રૂ. 6.99 લાખ કરોડની મૂડી ગુમાવી છે.
સેન્સેક્સ આજે ઘટાડે ખૂલ્યા બાદ 10.00 વાગ્યા સુધીમાં 597.36 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.34 વાગ્યે 101.61 પોઈન્ટના ઘટાડે 80904.99ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24567.65ના લેવલે પહોંચ્યો હતો. જે 10.35 વાગ્યે ફ્લેટ 8.10 પોઈન્ટના ઘટાડે 24741.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે 29 શેર્સ સુધારા તરફી અને 21 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
સેન્સેક્સ પેક ખાતે 16 શેર્સ સુધારા તરફી અને 14 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. એક્સિસ બેન્ક 4.77 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.86 ટકાથી 1.65 ટકા ઉછાળે ટ્રેડેડ હતા. ઈન્ફોસિસનો શેર 3.72 ટકા ઘટાડે, આઈટીસી 1.79 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા આઈટી કંપ્નીઓની આવક પર અસર થવાની ભીતિ વચ્ચે આજે આઈટી ઈન્ડેક્સ 1.86 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.57 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech