રાજકોટ શહેરમાં ધનાઢય પરિવારો દિવાળીનું સફાઈ કામ શ્રમીકોને કોન્ટ્રાકટ આપીને કરાવતા હોવાની પેટર્નનો રાજસ્થાની સફાઈ ગેંગે લાભ લઈ દિવાળી કામના નામે ચાર ફલેટમાં લાખો રૂપિયા (ઘર કી સફાઈ)ની ચોરી કર્યાનો પર્દાફાશ થયો છે. સતર્ક તાલુકા પોલીસે રાજસ્થાની ગેંગના પાંચ શખસોને દબોચી લઈ ૩૧.૬૦ લાખની રોકડ રકમ કબજે લીધી છે. સફાઈ કામદાર ગેંગ માત્ર રોકડા જ ચોરતી હતી. પાંચેય શખસો દિવાળી બાદ લાખો રૂપિયા લઈને વતન ભાગી જવાની ફીરાકમાં હતા એ પુર્વે જ ભાંડાફોડ થતાં પોલીસે ધરપકડ કરી છે.
સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૦૨માં રહેતા હરસુખભાઈ ઠુંમરના ફલેટમાં ગત તા.૧૮ના રોજ રાજસ્થાનનો વતની અને રાજકોટમાં ૧૭ વર્ષથી રહેતો પ્રભુલાલ સવજી મીણા ઉ.વ.૩૭ નામનો શખસ સાગરીતો બંસી દેવીલાલ મીણા ઉ.વ.૨૯, કનુરામ ઉર્ફે કાંતી રામજી મીણા ઉ.વ.૩૫ અને ગોપાલ ઉર્ફે ભુપેશ શંકર મીણા, પાવન થાવરચદં મીણા ઉ.વ.૨૨ સાથે ફલેટનું સફાઈ કામ કરવા માટે ગયો હતો. મોકો મળતા કબાટમાં રહેલી ૧૪ લાખની રકમ ચોરી લીધી હતી.
સાફસફાઈ સાથે કબાટમાં પણ રોકડની સફાઈ કરીને બધા નીકળી ગયા બાદ રાત્રે હરસુખભાઈને ઘરમાં રહેલી રોકડ ગાયબ થયાની ખબર પડી હતી. તેમણે તાલુકા પોલીસ મથકે ૧૪ લાખની રોકડની ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેમાં શકદાર તરીકે પ્રભુ અને તેની સાથેના શખસોના નામ આપ્યા હતા. લાખોની ચોરીનો ભેદ ઉકેલવા પીઆઈ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ તાલુકા પોલીસની ટીમ કામે લાગી હતી.
તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, નીકુભાઈ મારવીયાને માહિતી મળી હતી કે, ચોર ગેંગનો મુખ્ય સુત્રધાર પ્રભુ મીણા અન્ય સાગરીતો સાથે ભાગવાની વેતરણમાં છે અને ગોંડલ રોડ ચોકડી તરફ જઈ રહ્યા છે જેના આધારે પીઆઈ હરીપરા, પીએસઆઈ બી.આર.ભરવાડ, કે.એચ.કારેણા તથા સ્ટાફના કૌશલેન્દ્રસિહ, અજયભાઈ ભુંડીયા, સંજયભાઈ માંડાણી, મહાવીરસિંહ જાડેજા, જુગલભાઈ કથીરીયા, ઉગાભાઈ બાળા, બલભદ્રસિંહ જાડેજા સહિતનાએ વોચ ગોઠવી પાંચેયને દબોચી લીધા હતા.
ઝડપાયેલા શખસોની પુછપરછમાં આરોપી પ્રભુએ સાગરીતો સાથે મળી સફાઈ કામના નામે એક માસના સમયગાળામાં જ હરસુખભાઈ ઉપરાંત તેમના જ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૧૦૦૧માં રહેતા મિતલબેન કેતનભાઈ કથીરીયાના ફલેટમાં તા.૩ના રોજ સફાઈ કામ કરવા આવ્યા ત્યારે ૭ લાખની રકમ ચોરી લીધી હતી. આ ઉપરાંત અન્ય બે સ્થળે ફલેટમાં ૧૨.૬૩ લાખ તેમજ ૬૦ હજારની રોકડની ચોરી કરી હતી.
આરોપીઓ નાનામવા રોડ પર લમીનગરમાં ભાડાની ઓરડીમાં સાથે રહેતા હતા. રંગરોગાન તથા ઘર, મિલકત સાફ સફાઈનું કામ કરતા હતા. પાંચેય શખસો રાજસ્થાનના અલમ્બર જિલ્લાના સેરીયા તાલુકાના નજીકના ગામે અગાટીયા ડગારના છે અને પરિચીત હોવાથી સફાઈના નામે સાથે મળી મોકો મળ્યે હાથ કી સફાઈ કરી લેતા હતા. હજી પણ દિવાળી સફાઈના નામે જયાં કામ મળે ત્યાં કામ પર જઈ ચોરી કરી મોટી રકમ એકઠી કરી દિવાળી બાદ પાંચેય વતન નાસી જવાના હતા. ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો જણાવી હતી
અર્ધી કે એવી રકમ જ ચોરે જેથી ઘરધણીને જલ્દી ખ્યાલ ન પડે
ઘર કી સફાઈ કરતી રાજસ્થાની ગેંગ જે ફલેટ મિલકત સાફ કરવા જાય ત્યાં જેટલી રકમ પડી હોય તે પુરેપુરી ચોરતા ન હતા. અર્ધી કે એવી રકમ ચોરે કે જલદીથી ઘરધણીને ખ્યાલ ન પડે. ઘરધણી કબાટ તિજોરી ખોલે એટલે નોટોના થપ્પા દેખાય અને થાપ ખાઈ જાય. તમામ આરોપીઓ કનુરામ ઉર્ફે કાંતી અહીં પત્ની સાથે રહેતો હતો. જયારે અન્યો એકલા સાથે ઓરડીમાં રહેતા હતા.
સફાઈ કામદારો બોલાવતા પહેલા આટલું ધ્યાન રાખો
દિવાળી કામ માટે સફાઈ કામદારોને ઘરે બોલાવો ત્યારે તેના આધાર કાર્ડની નકલ લઈ લેવી, ઘરના કોઈપણ સભ્યએ હાજર જ રહેવું, આ ઉપરાંત દિવાળીએ બહાર જાવ ત્યારે ઘર બધં કરો તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો, કિંમતી વસ્તુઓ ઘરે ન રાખો તેવી શહેર પોલીસની અપીલ છે.
કયાં કેટલી રકમની ચોરી થઈ અને કેટલા રિકવર થયા
તાલુકા પોલીસની પ્રાથમીક પુછપરછમાં પ્રારંભીક તબકકે ચાર ચોરી કબુલી છે. જેમાં હરસુખભાઈ ઠુંમરને ત્યાં ૧૪ લાખ ચોર્યા જે પુરા રિકવર થયા છે. કેતનભાઈ કથીરીયાના પણ સાત લાખ પુરા કબજે થયા છે. જયારે સાધુ વાસવાણી રોડ પર સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર પ્રધુમનભાઈ ભીલાને ત્યાંથી ૧૨.૬૩ લાખ ચોર્યા હતા. પોલીસને ૧૦ લાખ કબજે થયા છે. જયારે ગત તા.૨૪ થી ૩૦ સુધી પાંચ દિવસ બેકબોન રેસીડેન્સીેમાં મુકેશભાઈ બુટાણીને ત્યાં કામ કર્યુ હતું જો કે, ત્યાંથી માત્ર ૬૦ હજાર હાથ લાગ્યા હતા જે પણ પોલીસને પુરા રીકવર કરી શકી છે. ચોર ગેંગમાં પ્રભુ, બંસી, બધી ચોરીમાં સાથે જતા જયારે અન્ય ત્રણ સાગરીતોને જરૂર પડે ત્યારે બોલાવતા, જેવી રકમ હાથ લાગે એટલે તુરતં જ દશ મીનીટમાં આવીએ છીએ તેમ કહી પ્રભુ, બંસી નીકળી જતા અને ઘરે રૂપિયા મુકી આવી જતા બન્ને વધુ ભાગ રાખતા હતા. સાગરીતોને ઓછી રકમ આપતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech