રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં હજુ દોઢ મહિના પૂર્વે જ નિયુકત થયેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મા .૧.૮૦ લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતા આજે મહાનગરપાલિકામાં ચાલતા બેફામ ભ્રષ્ટ્રાચારના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં ગંગાજલ અને ગૌમૂત્ર છાંટીને કચેરીને પવિત્ર બનાવવાનો સંકલ્પ કરતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. બેફામ આક્ષેપો સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જોકે મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત ન હોય તેમના બદલે ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલએ આવેદનપત્ર સ્વીકાયુ હતું.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજકોટની મહાભ્રષ્ટ્રાચારી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ચાલતો બેફામ ભ્રષ્ટ્રાચાર બધં કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદેદારોની માંગણી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન હવે જાણે રાજકોટ કરપ્શન કોર્પેારેશન બની ગયુ હોય તે હદે કોર્પેારેશનની પ્રતિા ખરડાઈ ગઈ છે. લોકો હવે કોર્પેારેશનમાં પૈસા આપ્યા વિના કામ થશે નહીં તેવું માનવા લાગ્યા છે તે બાબત હકીકત પણ છે. મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ડી.પી.દેસાઈએ ચાર્જ સંભાળ્યા બાદ પણ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તેમને જાણ કરી હતી. રાજકોટમાં ફાયર એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ લાખો પિયા લાંચ પેટે વસુલી રહયાં છે અને ભ્રષ્ટ્રાચારનું વાર્ષિક ટર્નઓવર કરોડો પિયામાં પહોંચ્યું છે છતાં કોઈપણ પગલા લેવાયા નથી. જાગૃત વિપક્ષ તરીકે આવી જાણ કરવા છતાં તંત્રએ ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કોઈ જ પગલા લીધા નથી તે ગંભીર બાબત છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો બળીને ભડથું થઈ ગયાની અિકાંડની દુર્ઘટના, સાગઠીયા કાંડ, અલ્પના ચિત્રા ફાઈલ કાંડ સહિતની ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગઈકાલે હજુ તો દોઢ મહિના પૂર્વ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નવનિયુકત અનિલ બી. મા ા. ૧.૮૦ લાખની લાંચ લેતા પોતાની કચેરીમાં જ ઝડપાઈ ગયાની ઘટના બનતા તંત્રની પ્રતિાનું વક્રાહરણ થઈ ગયું છે.
આવેદનપત્રના અંતમાં ઉમેયુ છે કે રાજકોટ શહેરના વેપારીઓ, ઉધોગપતિઓ અને બિલ્ડર્સ અને ડેવલપર્સ વિગેરેએ હાલ સુધીમાં ફાયર બ્રિગેડને કરોડો પિયા લાંચ–શ્વત પેટે આપ્યા છે અને ફાયર બ્રિગેડે આર્કિટેકટસ, કન્સલ્ટીંગ સિવિલ એન્જીનીયર્સ મારફતે આ લાંચ સ્વીકારવાનો ધંધો વર્ષેા સુધી કર્યેા છે. વરસાદ માપતા પણ આવડતું ન હોય તેવા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ભ્રષ્ટ્રાચાર આચરીને કરોડપતિ બની ગયા છે. ખાસ કરીને આર્કિટેકટસ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ જ ફાયર બ્રિગેડ શાખામાં ચાલતા ફાયર એનઓસીના ભ્રષ્ટ્રાચારના મોટા દલાલ છે. ઉપરોકત આશ્ચર્યજનક કાર્યક્રમ તેમજ આવેદનપત્ર પાઠવતી વેળાએ શહેર પ્રમુખ અતુલ રાજાણી, એડવોકેટ જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજી રાઠોડ, ગોપાલ અનડકટ, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, નયનાબા જાડેજા, રાજદીપસિંહ જાડેજા, ધરમ કાંબલિયા, પૂર્વ કોર્પેારેટર નિર્મળભાઇ મા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech