જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા જિલ્લામાં અણઉકેલ બનાવવાનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ. આઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે, કેબલ વાયરની ચોરી કરનાર ટોળકી હાલ સુલતાનપુરના લીલાખા ગામ પાસે છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન પોલીસે અહીંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કેબલ વાયરની ચોરી કરનાર ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા. જેના નામ સામુ મનોજભાઈ આમેણીયા (ઉ.વ 22 રહે. ત્રિલોકધામ સોસાયટી, મોરબી), કૈલાશ ચતુરભાઈ કુંઢીયા(ઉ.વ 19 રહે. જોગાસર રોડ ધાંગધ્રા), વનરાજ દેવરાજભાઈ કુંઢીયા (ઉ.વ 19 રહે. લીલાપર રોડ, મોરબી), કાટીયો ઉર્ફે અશોક નરશીભાઈ વિરૂગામિયા (રહે. વીસીપરા, મોરબી) અને આકાશ સુરેશભાઈ વિકાણી (ઉ.વ 23 રહે. નીલકમલ સોસાયટીની બાજુમાં, લીલાપર રોડ, મોરબી) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ ટોળકી પાસેથી 247 કિલો કોપર વાયર, ચાર મોબાઇલ, ત્રણ વાહન 10 પાના, પકડ, સ્ક્રુ ડ્રાઇવર સહિત કુલ રૂપિયા 9,79,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી રાત્રી દરમિયાન માલવાહક વાહન લઇ જઇ ગ્રામ્ય વિસ્તારોમાં જીઈબીના સબ સ્ટેશનમાંથી રિએક્ટર ખોલીને તેની ચોરી કરવા ઉપરાંત કેબલ વાયરની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ ટોળકી એ આ પ્રકારે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં મળી કુલ 16 સ્થળોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે.
તસ્કર ટોળકીએ કયાં સ્થળોને નિશાન બનાવ્યા?
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે રિએક્ટર અને કેબલ વાયરની ચોરી કરનાર તસ્કર ટોળકીને ઝડપી લીધી હતી. જેની પૂછતાછમાં 16 ગુનાની કબુલાત આપી હતી. જેમાં ગત તા. 8/4/2025 ના સુલતાનપુરના લીલાખા નજીકના સબ સ્ટેશનમાંથી ત્રણ રિએક્ટરની ચોરી કરી હતી. તા. 14/4/2025 ના જેતપુર ભોજાદાર પાસે સબ સ્ટેશનમાંથી રિએક્ટરની ચોરી કરી હતી. આ જ પ્રકારે ચાર મહિના પૂર્વે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સડલા ગામે, ત્રણ મહિના પૂર્વે મોરબીથી હળવદ રોડ પર ચરાડવા ગામે, એક વર્ષ પૂર્વે કચ્છના સામખયાળીમાં જીઈબીના ગોડાઉન પાસેથી, પાંચ મહિના પૂર્વે ઢુવા ગામે, માટેલ રોડ પરથી છ મહિના પૂર્વે ધાંગધ્રા પાસે સીતાપુર ગામથી સુરેન્દ્રનગર રોડ તરફ આવેલ સબ સ્ટેશન પાસેથી, ચાર મહિના પૂર્વે વાંકાનેરથી થાનવાળા રોડ પર, આજ સમયે અંજાર પાસે આવેલ પાવર હાઉસ ખાતેથી, એક મહિના પૂર્વે લખતર કેનાલ રોડ પર, બે મહિના પૂર્વે ટંકારા પાસે, એક વર્ષ પૂર્વે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી, આઠ માસ પૂર્વે હળવદના લીલાપર ગામ પાસેથી, એક વર્ષ પૂર્વે હળવદ માર્કેટિંગ યાર્ડ પાછળ, ચાર મહિના પૂર્વે સામખયાળી પાસેથી અને આજ સમયે ધાંગધ્રાથી સુરેન્દ્રનગર રોડ પર જીઇબીના સબ સ્ટેશનમાંથી 300 કિલો જેટલો લોખંડનો ભંગાર ચોરી કર્યા અને કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech