BREAKING NEWS

ધોરાજીમાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવનાર ઉપલેટાની ટોળકી ઝડપાઇ

  • May 06, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ધોરાજીમાં ફેસબુક મારફત કારખાનેદાર યુવાન સાથે પરીચય કેળવી બાદમાં તેમને અવાવ સ્થળે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ તેનો નિર્વક્ર હાલતમાં વીડિયો ઉતારી લઇ એક લાખ પડાવી લીધા હતાં. હનીટ્રેપના આ બનાવમાં ધોરાજી પોલીસે ઉપલેટમાં બે મહિલા સહિત છ શખસોને ઝડપી લીધા હતાં.
ધોરાજીના કારખાનેદાર યુવકને ફેસબુક મારફત ઓનલાઇન મિત્રતા કેળવી મેસેજ કરી ઉપલેટા ખાતે બોલાવી સ્પેશીયલ સાથે તારી મુલાકાત કરાવવાની છે તેવી વાત કરી અવાવ જગ્યાએ લઇ જઇ ન કરી ફોનમા વિડીયો ઉતારી તે વિડીયો વાયરલ નહીં કરવા માટે પિયા એક લાખ પડાવી લઇ, પૈસા લૂટી માર મારી આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જે બાદ ટોળકીએ વધુ પૈસા પડાવવા હોસ્પિટલના અને એમ્બ્યુલન્સના ખોટા બિલો બનાવી તે પીયા આપવાં પડશે કહીં ધમકી આપતાં ધોરાજી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
જે અંગે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર, ધોરાજી એએસપી સીમરન ભારદ્રાજ દ્રારા આપાયલી સૂચનાના પગલે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર.પટેલની રાહબરીમાં અલગ–અલગ ટીમ બનાવી આ ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. જેમાં ચીરાગ ઉર્ફે ચીકો નિલેશ મેવાડા, નિકુંજભાઇ ઉર્ફે ઉકો પરેશ ડોબરીયા, પ્રતિક નટુ ઉર્ફે નટવરલાલ ગજેરા, હર્ષ ઉર્ફે રઘુ પ્રકાશ રાઠોડ, રાણીબેન તુકારામ ઢોલક, નિલાબેન રાજુ ભાલોડીયા (રહે. તમામ ઉપલેટા) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ દ્રારા ગુનામાં ઉપયોગમાં લીધેલ તમામ મોબાઇલ તથા વાહનો કબ્જે કરવામાં આવેલ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ટોળકીના મુખ્ય સૂત્રધાર નિકુંજ ઉર્ફે ઉકો પ્રતીક ગજેરા અને હર્ષ ઉર્ફે રઘો છે. યારે ચીરાગ મેવાડા ફેસબુકમાં કારખાનેદાર સાથે વાત કરી ફસાવ્યો હતો અને બંને મહિલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર નિકુંજની મિત્ર છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ પ્રતિક નટુ ઉર્ફે નટવરલાલ ગજેરા વિધ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમા પીધેલા પ્રોહિબીશનના ગુનાઓ નોધાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News