જંગલી ભૂંડને પકડતી ટોળકી ઝડપાઈ

  • April 26, 2025 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વન્યપ્રાણી જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડી બંધન અવસ્થામાં રાખી વેપાર કરવાના ઇરાદે લઇ જતા વાહન સાથે ડ્રાઇવર સહિતના ઇસમોને મોબાઇલ સ્કવોર્ડ રેન્જ, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગર દ્વારા  પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગઈકાલે તા.૨૪ એપ્રિલ-૨૦૨૫ના રોજ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના મદદનીશ વન સંરક્ષક  એન. એન. જોષીને મળેલ પૂર્વ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. જી. બાંભણીયાની ટીમને મળેલ માહિતી મુજબ જુનાગઢ, ઉના, અલંગથી નીકળેલ અને અજમેર તરફ જતી કેસરી કલરની આયસર ટ્રક વાહન નં.છઉં-૧ૠઈ-૩૬૮૩ ને શંકાના આધારે મોબાઇલ સ્કવોર્ડ રેન્જ સ્ટાફ દ્વારા સનેસ રાઉન્ડના નારી બીટમાં આવતા વરતેજ- કમળેજ ગામ રોડ પર આ વાહનને અટકાવી તપાસ કરતા એમાં વન્યપ્રાણી જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડી બંધક અવસ્થામાં રાખી ટ્રકમાં વાહતુક કરી વેપાર અર્થે અજમેર તરફ લઇ જતા ડ્રાઇવર સહિતના અન્ય ઇસમોને પકડી પાડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરી રેન્જ સ્ટાફ દ્વારા કાયદેરસની કાર્યવાહી કરવામાં આવી છે.
જંગલી ભૂંડની વેટરર્નરી ડોક્ટર વેળાવદર પાસે સ્વાસ્થ્ય ચકાસણી કરાવી સ્વસ્થ હાલતમાં વન્યજીવ ભૂંડને જંગલના કુદરતી નિવાસ સ્થાનમાં મુક્ત કરવામાં આવ્યું છે. અને આ ગુના અન્વયે આરોપીઓ પાસેથી ગુનાના દંડની રકમ પેટે રૂા.૨,૦૦,૦૦૦ની વસુલાત કરવામાં આવી છે. 
પકડાયેલા આરોપીઓ ચાંદખાન મહમદખાન ઉ.વ.૫૦, રહે.અજમેર, રાજસ્થાન,મુનશીભાઇ સનુલાલ, ઉ.વ.૭૦, રહે.વડોદરા, ગુજરાત,મદન સેજા, ઉ.વ.૩૯, રહે.અજમેર, રાજસ્થાનનો સમાવેશ થાય છે.
વન્ય જીવ ભૂંડ બચાવવાની કામગીરી કરનાર કર્મયોગીઓમાં  જે.એલ.જાની, રાઉન્ડ ફોરેસ્ટર, સનેસ તથા એસ.ડી.ઝાલા, વનરક્ષક, નારી તથા બી.વી.જાની, વનરક્ષક તેમજ ગૠઘ તરફથી જયેશભાઇ વાઘેલા તથા કાર્તિકભાઇ પાઠકનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application