ડિજિટલ યુગમાં આંગળીના ટેરવે અનેક કાર્યેા સરળ રીતે થઈ રહ્યા છે પરંતુ સાયબર ક્રાઈમના બનાવો પણ દેશભરમાં વધી રહ્યા છે. બેંક ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરતી ગેંગો તો ઝડપાય જ છે પરંતુ બેંક ખાતુ ભાડે રાખી પિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપી અનોખી છેતરપિંડી કરતી ગેંગ ઝબ્બે થઈ છે.જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતાધારકોના અલગ અલગ ૨૦૦ બેંક ખાતામાંથી નાણાંની હેરાફેરી કરતી ગેંગ ને ઝડપી લીધી છે.૮૨ ખાતાની ઓળખ થઈ છે જેમાંથી ૪૨ખાતામાં તપાસ પૂર્ણ થતા દેશભરમાંથી .૫૦ કરોડ થી વધુ રકમ ઉપાડી આંગડિયા કે હવાલા મારફત વિવિધ રાયોમાં પહોંચાડી અનોખી રીતે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી લીધી છે. રાય વ્યાપી સાયબર રોડના બનાવમાં જૂનાગઢની મહિલા સહિત ૮ને ઝડપી લીધા છે જેમાં મુખ્ય બે સાગરીતો મૂળ જુનાગઢ અને અમદાવાદ રહેતા હતા. પોલીસે કરોડોની છેતરપિંડીના ગુનામાં સંઙોવાયેલા જૂનાગઢના ૮ આરોપીને ઝડપી રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
જુનાગઢ સાયબર ક્રાઇમને લોભામણી લાલચ આપી ખાતાધારકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપી લીધી છે. રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝઙીયા દ્રારા ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાયવ્યાપી સાયબર ક્રાઇમ ગુનો આચરી અંદાજિત ૫૦ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરતી ગેંગના આઠ ઇસમોને ઝડપી રજૂ કરાયા હતા..આઈજીપીના જણાવ્યા મુજબ જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ,દેવભૂમિ દ્રારકા, પોરબંદર, અમરેલી સહિતના વિવિધ જિલ્લ ાઓમાંથી અલગ અલગ બેંક ખાતાધારકોને લોભામણી લાલચ આપી ખાતાને ભાડે રાખી અન્ય ખાતામાંથી પિયા જમા કરાવી બેંક મારફત છેતરપિંડી આચરતા હોવાનું ધ્યાને આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૂળ જુનાગઢ અને હાલ અમદાવાદ રહેતા બે મુખ્ય આરોપીઓ આ છેતરપિંડી આચરવા જુનાગઢના પાંચ યુવકોને કમિશન આપતા હતા અને જૂનાગઢની જ એક મહિલા આંગડિયા કે હવાલા મારફત રકમ અલગ અલગ શહેરોમાં મોકલતી હતી જેથી રાય વ્યાપી સાઇબર ક્રાઇમ મામલે હજુ વધુ લોકોની સંડોવણી અને વધુ રકમ ની છેતરપિંડી ખુલે તેવી શકયતા સેવાઈ રહી છે. પોલીસ દ્રારા ઝડપાયેલા શખ્સોમાં જૂનાગઢના જ અને અમદાવાદ રહેતા બે આરોપીઓમાં અભિષેક ઉર્ફે અભી શાંતિલાલ માથુકિયા, સચિન ઉર્ફે ભૂલો ગોવિંદભાઈ વોરા, એ પેટા એજન્ટ તરીકે જૂનાગઢના આર્યન ઉર્ફે દાતાર મહેબૂબભાઈ પઠાણ, ધર્મેશ હરસુખભાઈ ગોહિલ, સતીશ દેવરાજભાઈ કરમટા, અબ્દુલ કરી હસનભાઈ જેઠવા, આસિફ રહીમભાઈ બેલીમ અને નયનાબેન ઇન્દ્રવદનભાઈ ટાંક એમ આઠેયને ઝડપી લીધા છે.
આઈજી ના જણાવ્યા મુજબ આ ગેંગ અલગ અલગ બેંક ખાતાધારકોના સંપર્ક કરી ખાતામાં રકમ ભરાવી કમિશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી હતી. સમગ્ર તપાસમાં અત્યાર સુધીમાં વિવિધ જિલ્લ ાઓના ૨૦૦ ખાતાઓની ઓળખ થઈ છે. જેમાંથી ૮૨ ખાતાઓની ઓળખ થઈ છે. અને ૪૨ ખાતાની તપાસ પૂર્ણ કરી છે. ભારતભરમાં ૫૦ કરોડથી પણ વધારે સાયબર ફ્રોડ કર્યા હોવાનું ખુલ્યું છે.
પોલીસ દ્રારા મહિલા સહિત આઠેયની વધુ પૂછપરછ માટે આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર બનાવમાં આંગડિયા પેઢી, બેંક અને સંભવિત બેંકના કર્મચારીઓ પણ મિલીભગત હોવાની શકયતા નકારી શકાતી નથી જેથી પોલીસ દ્રારા આરોપીઓએ કયા આંગડિયામાં કોના મારફત હવાલા આપ્યા, કઈ કઈ બેંક ખાતામાં ખાતાધારક અને કેટલી રકમ હતી તે સહિતની તપાસ હાથ ધરી છે.આઈજી ના જણાવ્યા મુજબ પોલીસ દ્રારા અલગ અલગ બે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે એક કોના કોના પિયા ગયા તે અને બીજું કમીશન દ્રારા કોને કોણે રકમ મેળવી તે બંને દિશાઓમાં વધુ તપાસ હાથ ધરી રહી છે.નાણા લેનાર અને નાણાં આપવાના મામલામા ગુજરાતના વિવિધ જિલ્લ ાઓ ઉપરાંત ચેન્નાઈ અને અન્ય રાયોમાં પણ મોટી સંખ્યામાં લોકોએ નાણાં ગુમાવ્યા હોય જેથી આ ગેંગ સાથે અન્ય રાયમાંથી પણ કોઈ ગેંગ કામગીરી થતી હોય તેવી સંભાવના સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech