આરટીઓના હેલ્મેટ ચેકિંગના શ્રી ગણેશ 30 વાહન ચાલકોને અડધા લાખનો દંડ

  • October 21, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાઇકોર્ટ દ્વારા ફરજીયાત હેલ્મેટના નિયમનો અમલ રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં ન આવતો હોવાનું જણાવી હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા આજથી સરકારી કર્મચારીઓ અને જાહેર જનતા માટે હેલ્મેટ પહેરવું ફરિજયાત બન્યું છે. જેને લઈને રાજકોટ સહીત રાજ્યમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા હેલમેટ ન પહેર્યું હોઈ એવા વાહન ચાલકો સામે આજે પ્રથમ દિવસથી રહેમ રાહે કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી સહાયક મોટર વાહન ઇન્સ્પેકટર ડી. એસ.વિરોલીયા અને એચ. એ. પટેલ સહિતની ટીમે આજે સવાર થી બપોર સુધી આરટીઓ કચેરી અને બહુમાળી ભવન પાસે ચેકીંગ દરમિયાન હેલ્મેટ પહેયર્િ વગરના 30 જેટલા વાહન ચાલકોને 59000 જેટલો દંડ ફટકાર્યો હતો.
આજે હજુ પ્રથમ દિવસ હોવાથી લોકોને પણ છૂટ મળી હતી. પરંતુ આવતા દિવસોમાં વધુ કેસ કરી મસમોટો દંડ વસુલ કરવામાં આવે તો નવાઈ નહીં. જો કે સિટીમાં હેલ્મેટના નિયમને લઈને વાહન ચાલકોમાં પણ કચવાટ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા-મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. આથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી-સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે પણ આવશ્યક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application