ભગવાન ગણેશને રિદ્ધિ-સિદ્ધિના દેવ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેમને પ્રથમ ભગવાન માનવામાં આવે છે અને કોઈપણ નવા કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ભગવાન ગણેશના જન્મ પ્રસંગે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ લાવે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે આવી રહી છે. આ વખતની ચતુર્થી પણ ખાસ છે કારણ કે આ વખતે આ ખાસ અવસર પર ત્રણ મોટા યોગ રચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ દિવસે બાપ્પાની પૂજા કરવી ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે.
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ભગવાન ગણેશનો જન્મ માનવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર શનિવારના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. ભગવાન ગણેશનો જન્મ બપોરનાં સમયે થયો હતો, તેથી ભગવાન ગણેશની પૂજા માટે બપોરનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ ત્રણ શુભ યોગો રચાઈ રહ્યા છે
ગણેશ ચતુર્થીના અવસર પર ઘણા શુભ યોગો રચાઈ રહ્યા છે જે આ દિવસનું મહત્વ વધારે છે. આમાં સર્વાર્થ સિદ્ધિ યોગનો સમાવેશ થાય છે. આ યોગ એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે તમામ ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ હોય છે અને આ યોગમાં પૂજા કરવાથી પણ વધુ શુભ ફળ મળે છે. આ યોગ 7મીએ બપોરે 12:34 કલાકે શરૂ થશે અને 8મી સપ્ટેમ્બરના રોજ સવારે 6:30 કલાક સુધી ચાલશે.
આ ઉપરાંત આ ચતુર્થી પર રવિ યોગ પણ બની રહ્યો છે. આ યોગ 6 સપ્ટેમ્બરે સવારે 9.25 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે બપોરે 12.34 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે બ્રહ્મ યોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગની રચના પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મૂર્તિ સ્થાપિત કરવાનો યોગ્ય સમય
આપણે બાપ્પાની મૂર્તિને આપણા ઘરે સ્થાપન માટે લાવીએ છીએ તો એ જાણવું ખૂબ જ જરૂરી છે તેના માટે યોગ્ય સમય કયો છે. તમે 7 સપ્ટેમ્બરના રોજ બપોરથી તમારા ઘરે બાપ્પાની મૂર્તિ લાવી શકો છો. તેનો શુભ યોગ સવારે 11:03 થી શરૂ થશે અને બપોરે 01:34 સુધી ચાલુ રહેશે. મતલબ કે 2024માં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય અઢી કલાક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech