હવે ગાંધીનગરમાં વીઆઈપી મૂવમેન્ટ બંદોબસ્ત માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે, જેમાં એક ડીવાયએસપીના નેજા હેઠળ તમામ વીઆઇપી મૂવમેન્ટ અને બંદોબસ્ત પ્રોટોકોલ યુનિટ દ્રારા કરવામાં આવશે. પ્રોટોકોલ શાખામાં સ્વેચ્છાએ ફરજ બજાવવા માગતા હોય તેવા હથિયારધારી પીએસઆઈ પાસે અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમોની કચેરી તરફથી અરજી મંગાવવામાં આવી છે. સ્વચ્છ સેવાકીય રેકોર્ડ ધરાવતા હથિયારધારી પીએસઆઈના રિપોર્ટ મેળવી સ્પષ્ટ્ર અભિપ્રાય સાથે રજૂ કરવા માટે રાયના તમામ પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક અને સેનાપતિઓને સૂચના આપવામાં આવી છે.
વાઈબ્રન્ટ મહોત્સવ, વિવિધ સમિટ–એકિઝબિશન દરમિયાન ગાંધીનગર જિલ્લ ાના તમામ પોલીસ સ્ટેશનોએ એલર્ટ થઈ જવું પડે છે. વીઆઈપી મહાનુભવોનો કાફલો જે ટ પરથી પસાર થવાનો હોય ત્યાં સ્થાનિક પોલીસ મથકના પીઆઈથી લઇને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ રોજિંદી કામગીરી અટકાવીને બંદોબસ્ત માટે દોડવું પડે છે.જોકે, હવે સ્થાનિક પોલીસને રોડ ઉપર ઉભા રહેવુ પડશે નહિ અને નાગરિકોના કામ પણ ઝડપી થશે.
ગાંધીનગરમાં વર્ષેાથી શહેર અને જિલ્લ ામાં પીએમથી સીએમ સહિત વીઆઈપી, વીવીઆઈપી મૂવમેન્ટ અને બંદોબસ્ત માટે જિલ્લ ાના સ્થાનિક પોલીસ મથકના અધિકારીથી લઈ પોલીસ કર્મચારીઓને ખડેપગે રહેવુ પડતુ હતું. વર્ષેાથી બંદોબસ્ત માટેનુ અલગ મહેકમની માંગ કરવામાં આવી હતી. હવે ગાંધીનગરમાં વીઆઈપી મૂવમેન્ટ બંદોબસ્ત માટે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે, જેમાં એક ડીવાયએસપીના નેજા હેઠળ તમામ વીઆઇપી મૂવમેન્ટ અને બંદોબસ્ત પ્રોટોકોલ યુનિટ દ્રારા કરવામાં આવશે.
હાલ સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચને કાર્યરત પણ કરી દેવામાં આવી છે. રાયનું પાટનગર હોવાના કારણે વર્ષેાથી ગાંધીનગરમાં પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા વિચારણા ચાલી રહી હતી. જેમાં ડીવાયએસપીના વડપણ હેઠળ નવો વિભાગ બનશે. જેમાં ૩ પીઆઈ, ૧૦ પીએસઆઈ ઉપરાંત ૧૪૭ પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રોટોકોલ શાખાની ટીમ પોલીસની રોજિંદી કામગીરી કરવાના બદલે માત્ર વીઆઈપી મૂવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે. મહાનુભાવ ગાંધીનગરમાં પ્રવેશે એટલે કામગીરી શ થશે. આ બ્રાન્ચ શ થતા સ્થાનિક પોલીસ મથકના કર્મચારીઓને રાહત થશે
જિલ્લ ા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ચાલી રહેલી આ વિચારણાનો અમલ કરવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. જેના પગલે રાય પોલીસ વડા તરફથી પ્રોટોકોલ શાખા શ કરવા મંજૂરી અપાઈ હતી. બ્રાન્ચમાં ૧ડીવાયએસપી, ૩ પીઆઈ, ૧૦ પીએસઆઈ તથા ૧૪૭ પોલીસકર્મી હશે. જોકે, હાલમાં સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.
પ્રોટોકોલ શાખામાં સ્વેચ્છાએ ફરજ બજાવવા માગતા હોય તેવા હથિયારી પીએસઆઈ પાસે અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમોની કચેરી તરફથી અરજી મંગાવવામાં આવી છે. સ્વચ્છ સેવાકીય રેકોર્ડ ધરાવતા હથિયારધારી પીએસઆઈના રિપોર્ટ મેળવી સ્પષ્ટ્ર અભિપ્રાય સાથે રજૂ કરવા માટે રાયના તમામ પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક અને સેનાપતિઓને સૂચના આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાઉથ આફ્રિકાની જીત: ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવી સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
March 01, 2025 11:48 PMવડાપ્રધાન મોદીનું જામનગર ઍરપોર્ટ પર થયુ આગમન, રસ્તાની બંને તરફ લોકોની ભીડ
March 01, 2025 08:50 PMગાંધીનગર: જૂના સચિવાલયમાં લાંચ લેતા રાજ્ય વેરા નિરીક્ષક ઝડપાયા
March 01, 2025 08:47 PMGPSC પરીક્ષાનું સમયપત્રક જાહેર: જાણો ક્યારે લેવાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા
March 01, 2025 08:45 PMવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત
March 01, 2025 08:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech