કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘ધી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ’ની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સહકારિતાના માધ્યમથી ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા ગુજરાત સરકારે રાજ્યની સહકારી મંડળીઓને જરૂરી પીઠબળ પૂરું પાડ્યું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
“રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી લાયક પાણી મળી રહે અને તેના એક-એક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે સૌથી જરૂરી”.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ધી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ-ગાંધીનગર’ની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
કૃષિ મંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, સહકારિતાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓને જરૂરી પીઠબળ સમાન પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી લાયક પાણી મળી રહે અને તેના એક-એક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે સૌથી જરૂરી છે. જેના માટે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ જેવી અનેક સહકારી મંડળીઓ આજે ઉદવહન સિંચાઈને પ્રોત્સાહન આપીને મહત્તમ ખેડૂતોને આ ચળવળમાં જોડવાની સરાહનીય કામગીરી કરી રહી છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, પાણીની અછત ધરાવતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારના ખેડૂતોને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ પાણી પહોચાડવાના પ્રયાસો શરુ કર્યા હતા. જેના પરિણામે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી ગુજરાતના ખૂણે-ખૂણે કેનાલના માધ્યમથી નર્મદાના નીર પહોંચ્યા છે. સાથે જ, સૌરાષ્ટ્રમાં રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સૌની યોજના થકી ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
રાજ્યના ખેડૂતો સુધી પાણી તો પહોંચ્યું છે, પણ તેનો યોગ્ય અને જરૂરિયાત મુજબનો ઉપયોગ થવો પણ એટલો જ જરૂરી છે. નર્મદા કેનાલોમાં પાણીનું દબાણ ઘટાડવા, ખેડૂતોનું ઉત્પાદન વધારવા તેમજ પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક સિંચાઈ જેવી અનેક નવી અદ્યતન સિંચાઈ પદ્ધતિઓ આજે પ્રગતિશીલ ખેડૂતો અપનાવી રહ્યા છે. રાજ્યના મહત્તમ ખેડૂતો સિંચાઈની અદ્યતન પદ્ધતિઓ સાથે જોડાય તે માટે સહકારી મંડળીઓ અથાગ પ્રયત્નો કરી રહી છે. સહકારી મંડળીઓનો રાજ્યમાં વ્યાપ વધવાથી કૃષિ ક્ષેત્રનો વિકાસ બમણો વેગ પકડશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા વિવિધ કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતને ખેતીલક્ષી વીજ કનેક્શન આપવા તેમજ તેની પ્રક્રિયા સરળ કરીને ટૂંકાગાળામાં કનેક્શન આપવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને સિદ્ધ કરવામાં કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ અને સહકારી આગેવાન શ્રી બીપીનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરીને ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં સહકારિતા અને સિંચાઈની અદ્યતન પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય ઉદવહન પિયત મંડળી થકી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે એ ખેડૂતો માટેનું શ્રેષ્ઠ કાર્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી છેવાડાના લોકોનો વિકાસ સહકારી મંડળીઓના પ્રયત્નો થકી શક્ય બન્યો છે. ભારત સરકારે પ્રથમવાર અલાયદા સહકારીતા મંત્રાલયની સ્થાપના કરીને તેનું નેતૃત્વ કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપ્યું ત્યારથી જ દેશમાં સહકાર ક્ષેત્રની દિશા અને દશા બદલાઈ છે. કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ દેશની દરેક સહકારી સંસ્થાઓ અને મંડળીઓની નાની મોટી તમામ તકલીફો દુર કરી તેમને મજબૂત કરવાનું સરાહનીય કામ કર્યું છે.
આ કાર્યક્રમમાં ધી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ-ગાંધીનગરના અધ્યક્ષ શ્રી દેવશીભાઈ સવસાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત અમૂલ (GCMMF)ના ઉપાધ્યક્ષ શ્રી વલ્લભજીભાઇ હુંબલ, શ્રી જેઠાભાઈ પટેલ, શ્રી મોહનભાઈ પરમાર, શ્રી ભીખાભાઈ ચૌધરી અને શ્રી મહેશભાઈ પટેલ સહિતના વિવિધ સહકારી આગેવાનો તેમજ સભાસદ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
*********************
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech