રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડ બાદ, રાજીના શહેરી વિકાસ વિભાગને કામે લગાડવામાં આવ્યો છે આવતા દિવસોમાં ગેમઝોન માટે અલગ પોલીસી નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હવે રાજયભરમાં કોઈપણ વ્યકિત ગેમ ઝોન કે રી ક્રિએશન સેન્ટર બનાવવા માંગતો હશે તો તેને અલગ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાયભરના ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને ટૂંક સમયમાં જ એક સ્પેશિયલ કેટેગરી હેઠળ મૂકાશે.
રાજય સ૨કા૨ આ માટે નવો કાયદો ઘડી રહી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાય સરકાર ટૂંક સમયમાં જ ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન (જીડીસીઆ૨)માં સુધારો કરશે અને તમામ ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને સ્પેશિયલ કેટેગરીમાં મૂકશે. તેઓ માટે અલગ કાયદો અમલમાં આવશે, જે ખૂબ કડક અને આકરો હશે. તદઉપરાંત સરકાર ફાયર એનઓસીને લગતા હાલના કાયદામાં પણ મોટા ફેરફાર કરશે.
રાજકોટના અિકાંડબાદ રાય સરકાર જીડીસીઆરમાં સુધારો લાવશે ટૂંક સમયમાં જ તે અંગેની જાહેરાત કરશે. રાય સરકારના એક સિનિયર ઓફિસરે કહ્યું છે કે, ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરો માટે મંજૂરી લેવી ફરજિયાત બનાવાશે. ૨૦૧૪માં અમલમાં આવેલા જીડીસીઆરમાં આવા તમામ સેન્ટરોને સ્પેશિયલ રિક્રિએશન ઝોન તરીકે આવરી લેવાશે. હાલમાં તમામ મોટા શહેરોમાં આવેલાં મોલમાં બિલાડીના ટોપની જેમ આવા સેન્ટરો ફટી નીકળ્યા છે.હાલના કાયદા અનુસાર મોલમાં ચાલતા ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને અલગથી મંજૂરી કે ફાયર એનઓસી લેવાની રહેતી નથી હાલના કાયદા અનુસાર મોલમાં શ થયેલા ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરો માટે અલગથી મંજૂરી લેવાની જર રહેતી નથી.
સરકાર દ્રારા સૂચિત નવા કાયદા અનુસાર તમામ પ્રકારના ફનઝોન, ગેમઝોન અને રિક્રિએશન સેન્ટરોને અલગથી બીયુ પરમિશન અને ફાયર એનઓસી લેવાની રહેશે. રાયભરમાં તમામ સેન્ટરો અને ગેમઝોનનો એક સર્વે હાથ ધરાશે અને તેઓની સામે બધં કરી દેવા સુધીના પગલાં લેવાશે. ફાયર એનઓસી અંગે સંબંધિત શહેરના ચીફ ફાયર ઓફિસરને મંજૂરી આપવાની સત્તા આપવામાં આવશે. હાલ સ્ટેશન ફાયર ઓફિસર એનઓસી આપે છે. નવા કાયદા મુજબ સ્ટેશન ફાયર ઓફિસર પહેલાં તમામ પ્રકારનું ઇન્સપેકશન અને ચેકિંગ કરશે અને પોતાનો રિપોર્ટ ચીફ ફાયર ઓફિસરને સોંપશે. આ રિપોર્ટના આધારે ચીફ ફાયર ઓફિસરને ચેકિંગ માટે ફરજિયાતપણે સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ તેનો નિર્ણય લેવાનો રહેશે.રાજકોટમાં બનેલા ગેમ ઝોન અિકાંડ બાદ સરકારને ડહાપણ ની ડાઢ ફટી છે અને સરકારના અધિકારીઓ આ મામલે દિવસ રાત ઉજાગરા કરીને નવા કાયદા નું નિર્માણ કરવા કામે લાગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech