જસદણ,જેતપુર અને પડધરી પોલીસના જુગારના દરોડા: ૧૬ પત્તાપ્રેમી ઝડપાયા

  • July 31, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જસદણ જેતપુર અને પડધરી પોલીસે જુગારના અલગ અલગ ત્રણ દરોડાઓમાં ૧૬ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતાજુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના સ્ટાફે અહીં આંબરડી ગામથી વડોદ ગામ જવાના રસ્તે આંગણવાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૨,૩૨૦ કબજે કર્યા હતા. જુગાર રમતા પકડાયેલા શખસોમાં વિનુ લાખાભાઈ સોલંકી, ભાવેશ ભગવાનભાઈ સોરઠીયા, મોહન ઉકાભાઇ ડાભી, અરવિંદ વનાભાઈ ઝાલા,પરબત કલ્યાણભાઈ સોલંકી, વિશાલ ભરતભાઈ સોલંકી, સુરેશ ભરતભાઈ સોલંકી અને પ્રવીણ વાઘજીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.


જુગારના અન્ય એક દરોડામાં જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફે અહીં ભાદરના સામાકાંઠે મસ્તાના પાન પાસે આંગણવાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં જયદીપ ઉર્ફે અઘો તુલસીદાસભાઈ અગ્રાવત, જયરાજ સુમાતભાઈ વાળા, સંજય નગીનભાઈ પરમાર, વજુ બચુભાઈ પરમાર અને ઉત્સવ જસમતભાઈ ભુવાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૨,૦૩૦ કબજે કર્યા હતા.
આ ઉપરાંત પડધરી પોલીસ મથકના સ્ટાફે અહીં પ્રગટેશ્વર મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં જીતેન્દ્ર ચંદુભાઈ નકુમ, સતીશ રમેશભાઈ નકુમ અને અલી અબ્બાસભાઈ હાથીનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application