દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગાર દરોડા

  • August 14, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૨ ખેલાડીઓ ઝડપાયા : રોકડ અને જુગારનું સાહિત્ય કબ્જે

મીઠાપુર તાબેના પાડલી ગામે સ્થાનિક પોલીસે રાત્રિના દોઢ વાગ્યે જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ભાવુભા રવાભા કારા, સંજય કચરા વાઘેલા, જગુભા ગંગાધરભા કારા, માપભા કરમણભા માણેક, દેવાભા મિયાઝરભા કારા, મુંજા કચરાભાઈ વાઘેલા, હરીશ ગાંગા ચાનપા, રણજીતભા નાયાભા જગતિયા, જગદીશભા હોથીભા કેર અને સુનિલ મંગા હાથીયા, નામના ૧૦ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂ. ૧૭,૦૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયામાં નવચેતન સ્કૂલ પાછળથી પોલીસે રોહિત રતિભાઈ ચૌહાણ, રાજુ હસમુખ રાજગોર અને બેજુ કારુ પરમારને રૂપિયા ૯૫૦ ના મુદ્દામાલ સાથે જ્યારે તાલુકાના સલાયાના વાલ્મિકીવાસમાંથી સની ભવન જેઠવા, રવજી ગોકળદાસ ઢાકેચા, બચુ ભીખાભાઈ બારીયા અને દિપક ધનજી જેઠવાને રૂપિયા ૨,૭૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર પોલીસે ચુર ગામેથી માલદે પીઠા લગારીયા, દેવશી ગાંગા સાગઠીયા, ભાયા વિધુ ચાવડા અને પ્રતાપ રૂડા સાગઠીયાને રૂપિયા ૫,૩૧૦ ના મુદ્દામાલ જ્યારે આ જ ગામેથી જગદીશ કરસન સાગઠીયા, જેસા વીરા ભાટીયા, જેઠા રામા કરમુર અને અર્જુન પુંજા મકવાણાને રૂપિયા ૪,૮૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ભાણવડ પોલીસે ગતરાત્રે એક મંદિર પાસેથી જુગાર રમતા હિતેશ ભીખુભાઈ સોમૈયા, પુનિત વલ્લભભાઈ પતાણી, સપનાબેન જેન્તીલાલ સોમૈયા, ભગવતીબેન જેન્તીલાલ સોમૈયા, ઈલાબેન અરશીભાઈ મોઢવાડિયા, સોનલબેન પુનિતભાઈ પતાણી અને આશાબેન શૈલેષભાઈ પતાણીને જુગાર રમતા ઝડપી લઇ, ૧૦,૦૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
**
ભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડામાં સાત શખ્સો ઝડપાયા
ભાણવડના ચુનારાવાસ વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતા અનિલ પરબત સોલંકી, રમેશ મણીલાલ સોલંકી, રોહિત દિનેશ પરમાર અને આશિષ વજુ પરમાર નામના ચાર શખ્સોને તથા આ જ વિસ્તારમાં અન્ય એક દરોડામાં પોલીસે વિનુ મૂળજી પરમાર, મનસુખ મૂળજી પરમાર અને મગન મૂળજી પરમાર નામના કુલ સાત શખ્સોને ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application