દ્વારકામાં બે વર્લી ભક્ત ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા સોડસલા ગામના સ્મશાન પાસેથી પોલીસે સલાયા ગામના રહીશ કાંતિ નરશીભાઈ નડીયાપરા (ઉ.વ. 65) નામના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવી, રમાડાતા જુગાર પર દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી પોલીસે કાંતિ નરશીભાઈ નડીયાપરા, મનસુખ કાંતિભાઈ નડીયાપરા, રાજુ કાંતિભાઈ નડીયાપરા, જીવા વેરશીભાઈ ભુવા અને લખમણ અમરાભાઈ જાપડા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 17,670 રોકડા તેમજ રૂપિયા 25,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 42,670 નો મુદ્દામાલ કબજે કરી, સલાયા મરીન પોલીસે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં આવેલી એક હોટલ પાસેથી પોલીસે વરલી મટકાનો જુગાર રમી રહેલા યુનુસ મામદ મુસાણી અને દેવજી ડાયાભાઈ વેગડ નામના બે શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયા નજીક મોબાઈલ ટાવરમાંથી રેડિયો ફ્રિક્વન્સીની ચોરી
ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર ઠાકર શેરડી ગામે રહેતા એક આસામીની વાડીમાં રહેલા રિલાયન્સ જીઓ કંપનીના મોબાઈલ નેટવર્કના ટાવરમાંથી કોઈ અજાણ્યા તસ્કરો રૂ. 18,000 ની કિંમતની રેડિયો ફ્રિક્વન્સીની ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવ અંગે ભાવનગરના ઉમેદસિંહ ગોહિલ (ઉ.વ. 57) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆટકોટ, જસદણ પંથકમાં અનેક સ્થળે એક ઈંચ વરસાદથી વાવણી શરૂ
June 07, 2025 10:48 AMદિલ્હી એરપોર્ટ પર ત્રણ મહિના માટે 200થી વધુ ઉડાન પર અસર
June 07, 2025 10:41 AMબજારોમાં કેરીની મોસમ સાથે જાંબુડા–રાવણાનું આગમન
June 07, 2025 10:37 AMશાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા વ્યવસ્થાપન કમિટીઓની રચના પુરી કરવાનો આદેશ
June 07, 2025 10:36 AMઆતંકી સંગઠન જૈશના મુખ્યાલય પર લાગ્યું પર્મેનન્ટ કલોઝડનું ટેગ
June 07, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech