સૌરાષ્ટ્ર્રમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને સભા હોવાથી તેમના વાહનોના કાફલાના પરિવહન માટે ખાસ વાયુ સેનાનું ગજરાજ પ્લેન રાજકોટ એરપોર્ટ પર ઉતયુ હતું. વડાપ્રધાન મોદીના કાર્યક્રમો પૂર્ણ થતાની સાથે જ તેમના વાહનોને ને આજે ગજરાજ અર્થાત આઈ એલ ૭૬ લશ્કરી વિમાન ટેકઓફ થવાનું હતું જે સવારે ઓપરેટ થાય તે પહેલા જ ટેકનિકલ પ્રોબ્લેમ આવી જતા હાલમાં રાજકોટ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનની સભા,રેલી અને અન્ય કાર્યક્રમ માટે વપરાયેલી કાર અને જીપ સહિતના વાહનોને લેવા માટે બીજું ગજરાજ પ્લેન આવ્યું હતું. ગુજરાત રાય સ્થાપના દિવસથી ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. હિંમતનગર અને ડીસામાં જાહેર સભા સંબોધન કર્યા બાદ વડાપ્રધાન ગઈકાલે સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢના પ્રવાસે આવ્યા હતા આથી તેમના આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી માટેના વિશેષ વાહન, બંદોબસ્ત માટે ઉપયોગમાં લેવાયેલી જીપ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાના વાહનો ગજરાજ કે જે વિશાળ અને કદાવર વાયુસેનાનું ખાસ પ્લેન છે તેના મારફત રાજકોટમાં એર ડ્રોપ કરવામાં આવ્યા હતા.
આજે લોડ કરવા માટે આ એરક્રાટ રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે સ્ટેન્ડ બાય રખાયું હતું. સવારે ટેકનિકલ ફોલ્ટ આવી જતા આ પ્લેનનું ટેકઓફ ન થઈ શકતા હવે વાહનો લેવા માટે બપોરે બે કલાકે બીજુ ગજરાજ વિમાન આવ્યું હતું. અગાઉ પણ વડાપ્રધાન મોદીની રાજકોટ મુલાકાત સમયે ગજરાજ પ્લેન આવ્યું છે.આ પ્લેનને આઈ એલ ૭૬ મીલેટરી ટ્રાન્સપોર્ટ એર ક્રાટ તરીકે ઓળખાય છે. જેની લંબાઈ ૪૬.૬ મીટર અને ઐંચાઈ ૧૪.૧૨ મીટર યારે પાંખો ૫૦.૫ મીટરની હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech