ખંભાળિયા તાલુકાના દાતા ગામે બે રાજપુત પરિવારો વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ બાબતે મનદુ:ખ ચાલ્યું આવતું હતું. પરંતુ બંને પક્ષે હકારાત્મક અભિગમ દાખવી, અને ગધેથળના પૂજ્ય મહંત શ્રી લાલબાપુના આશ્રમ ખાતે આ બંને પરિવારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાતા ગામમાં બે રાજપૂત પરિવારો કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા પરિવાર તથા શ્રી ભાવસંગ હેમુભા જાડેજા પરિવાર વચ્ચે છેલ્લા છ વર્ષથી વૈમનસ્ય ચાલતું હતું. જે અંગે અગાઉ કાયદાકીય પ્રક્રિયાઓ પણ થવા પામી હતી. જેને અનુલક્ષીને દાતા ગામના દિકરીબા નંદકુંવરબા (નંદુબા) નટુભા ચુડાસમા તેમજ તેમના પુત્રો કે જેવો દાતા ગામના ભાણેજ થાય છે, તેવા નવઘણસિંહ નટુભા ચુડાસમા, મહિપતસિંહ નટુભા અને દેવેન્દ્રસિંહ નટુભા ચુડાસમાના અથાગ પ્રયાસોથી બંને પરિવાર વચ્ચે સુખદ સમાધાન શક્ય બન્યું હતું.
આ તકે ગધેથળના પૂજ્ય શ્રી લાલબાપુના આશ્રમ ખાતે તાજેતરમાં બંને પરિવારના સભ્યો તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપુત અગ્રણીઓ, વડીલો હિતેચ્છુ મિત્રો તેમજ દાતા ગામના ગ્રામજનોએ મળીને આશરે ૪૦૦ થી વધારે લોકોએ આ સ્થળે ભોજન પ્રસાદ લીધો હતો. જેમાં તમામએ પૂજ્ય શ્રી લાલબાપુના આશીર્વાદનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે બંને પરિવારના સભ્યોએ ભવિષ્યમાં કાયમી હળી-મળીને રહેવું તેવું સહર્ષ વચન પૂજ્ય લાલબાપુને આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા માટે આ સમાધાનએ સુખદ અને મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ તકે બંને પરિવારના સભ્યોએ પૂજ્ય શ્રી લાલબાપુના આશીર્વાદ સાથે ઉપસ્થિત અગ્રણી નવઘણસિંહ, મહિપતસિંહ અને દેવેન્દ્રસિંહ કે જેઓ દાતા ગામના ભાણેજ થાય છે, તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMક્રેસન્ટ સર્કલ નજીકથી દારુના જથ્થા સાથે બે મહિલા ઝડપાઈ
May 20, 2025 04:28 PMજે ગેંગનો મુખ્ય સૂત્રધાર ભાવનગરનો છે તેના ચાઇનીસ ગેંગ સાથે ખુલ્યા કનેકશન
May 20, 2025 04:25 PMવડવા પાદર દેવકી વિસ્તારમાં આતંક મચાવનાર પાંચ પૈકી બે ઝડપાયા
May 20, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech