દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે પદભાર સંભાળતાં જી. ટી.પંડ્યા

  • February 02, 2024 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે પદભાર સંભાળતાં જી. ટી.પંડ્યા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે આજે શ્રી જી.ટી.પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે. 

જી.ટી.પંડ્યાની મોરબી થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર તરીકે બદલી થઈ છે. અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે કલેકટર તરીકે કાર્યરત  અશોક શર્માને એસ.ટી.નિગમના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાતા આજે નવનિયુક્ત કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application