રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચે ગઇકાલે જે જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યેા છે તેનું મુળ અમદાવાદની ક્રાઇમબ્રાંચની ચાલી રહેલી તપાસમાં સમાયેલું છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે ત્યાં ચાલી રહેલી તપાસમાં રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝનું નામ બહાર આવતા રાજકોટ ક્રાઇમબ્રાંચને ખરાઇ કરવા જાણ કરી હતી અને તપાસ દરમિયાન પરમાર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલી અન્ય ૧૫ બોગસ પેઢીઓનું પણ નેટવર્ક ખુલતા જીએસટીના અધિકારી મારફતે ગઇકાલે ગુનો દાખલ થઇ ક્રાઇમબ્રાંચ હસ્તકની ઇઓડબલ્યુએ કૌભાંડના પાંચ પ્યાદાની ધરપકડ કરી છે અને અન્ય ૧૫થી વધુને સકંજામાં લઇ પુછતાછ આરંભી છે.
રાજકોટ સીજીએસટીના સુપ્રિન્ટેન્ડેન્ટે ગઇકાલે રાજકોટના ભગવતીપરા મેઇન રોડ ઉપર પરમાર એન્ટરપ્રાઇઝ નામેે પેઢી ખોલનાર વિશાલ પરમાર નામના શખસ સહિતના રાજકોટ, કોટડાસાંગાણી, જૂનાગઢ, પડવલા, અમદાવાદ, વેરાવળ, ગીર–સોમનાથ, સુરત, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, જામનગરની અલગ અલગ ૧૫ પેઢીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદના ઘુમા વિસ્તારમાં વિભુષા રોડ પર આવેલી નંદવિહાર રેસીડેન્સીમાં ચાલતી ડી.કે. એન્ટરપ્રાઇઝનું કનેકશન પણ બહાર આવ્યું હતું. ડી.કે. એન્ટરપ્રાઇઝ કરોડોના જીઅસટી કૌભાંડમાં જેલમાં રહેલા મહેશ લાંગા સંચાલિત હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમબ્રાંચ મહેશનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે.
રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ દ્રારા રાજકોટ જીએસટી વિભાગમાં ઓનલાઇન અરજી કરી ડોકયુમેન્ટ સબમીટ કરીને જીએસટી નંબર મેળવી લેવાયો હતો. જે જીએસટી નંબર પરથી અલગ અલગ શહેરોની યશ ડેવલોપર, ઇકરા એન્ટરપ્રાઇઝ, સિવિલ પ્લસ એન્જિનિયરિંગ, ધનશ્રી મેટલ, મહેશ લાંગાની ડી.એ. એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય આર્યન એસોસિએટ, જયોતિ ઇન્ફ્રાસ્ટ્રકચર, અર્હામ સ્ટિલ, વિધિ ઇન્ફ્રાસ્ટ્રકચર, આશાપુરા ટ્રેડીંગ, શિવમિલન પ્લાસ્ટિક તથા ગ્લોબટ્રા ઇમ્પેક્ષ, મા દુર્ગા સ્ટીલ, શુભલાભ એસ્ટેટ, મારૂતિનંદન કન્સ્ટ્રકશન, જામનગર મોટી ખાવડીના લખુભા નાનભા જાડેજા પેઢી સાથે પરમાર એન્ટરપ્રાઇઝના બીલીંગ વ્યહારો ખુલ્યા હતાં. ૨૦૨૩માં ઓકટોબર સુધી ચાર માસ દરમિયાન આ પેઢીઓના બીલીંગ આધારે ૬૧.૩૮ લાખની બોગસ ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવીને કૌભાંડ આચરાયું હતું.
ક્રાઇમબ્રાંચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી. બસીયાના વડપણ હેઠળ ઇઓડબલ્યુની ટીમ તપાસ કરી રહી છે. ફરિયાદના આધારે અલગ અલગ ૧૫ ટીમો બનાવીને પોલીસને જે તે શહેર દોડાવાઇ હતી અને આ પેઢીઓ સાથે સંકળાયેલા ૧૫થી વધુ શખસોને ઉઠાવી લઇ ક્રાઇમબ્રાંચમાં બેસાડી દેવાયા છે. લીમડીના માતમ ચોકમાં રહેતા અમન નાસીરભાઇ કારાણી (ઉ.વ.૨૪), ભગવતીપરા–૨માં રહેતા અમન રફીકભાઇ, રૈયા ચોકડી પાસે રહેતા સૈયદ ઉર્ફે કાનુ મજીદ સારી (ઉ.વ.૨૪), લીંબડીના વિશાલ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૨૮) તથા પાર્થ સતીષભાઇ પરમાર (ઉ.વ.૨૨)ને ગઇકાલે જ ઉઠાવી લઇને પાંચેયની ધરપકડ કરાઇ છે. આ પકડાયેલા પાંચેય પ્યાદાઓએ ભાડા કરાર કરાવી આપ્યા હોવાનું પોલીસ સમક્ષ કથન કરી રહ્યા છે. પેઢીના સંચાલકો કે વહીવટકારો અન્ય કોઇ છે તેવું પ્રારંભિક તબકકે કથન કરતા ઇઓડબલ્યુના ઇન્ચાર્જ પીઆઇ એસ.એમ.જાડેજા તથા ટીમે મુળ સુધી જવા પ્રયાસો આરંભ્યા છે
આધાર લીંકઅપના નામે ડોકયુમેન્ટ કરાવ્યા હોવાનું આરોપીઓનું રટણ
રાજકોટ ક્રાઇમબ્રાંચે આ કૌભાંડમાં પાંચ આરોપીઓ પકડયા છે. જેમાં લીમડીના અમનના નામે કોટડાસાંગાણી ઇકરા એન્ટરપ્રાઇઝ નામના કાગળો ઉભા થયા છે. જયારે વિશાલે એવું કથન પોલીસ સમક્ષ કયુ છે કે, આધાર લીંકઅપ કરાવવા માટે લીમડીમાં સરકારી કચેરી બહાર વ્યકિતઓ બેઠા હતાં અને આધાર લીંક અપ કરાવે તેની સરકારી સ્કિમ મુજબ ૫૦૦ રૂપિયા મળશે તેવી વાત કરતા પોતાના અને પરિવારના પરિચિતના આધાર લીંકઅપ કરાવ્યા હતાં. આધાર લીંકઅપ કરનારા ઇસમો ભાવનગરના હોવાનું અને આધાર લીંકઅપના નામે ડોકયુમેન્ટ મેળવીને બોગસ પેઢીઓ ખોલી નાખ્યાનું પોલીસ સમક્ષ રટણ આરોપીએ ચાલુ રાખ્યું છે. જીએસટી વિભાગમાં સબમીટ ઓરીજીનલ ડોકયુમેન્ટમાં કયાંકને કયાંક કોઇ પ્રકારે છેડછાડ કરી નામ બદલાવીને પેઢી ઉભી કરાઇ હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
ગોંડલની ધૃવી એન્ટરપ્રાઇઝનું કનેકશન કેટલાક મોટા માથા સાથે ?
અમદાવાદ ક્રાઇમબ્રાંચની તપાસમાં રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝના વ્યવહારો બહાર આવ્યા હતાં. આવી રીતે આ જીએસટી કારસ્તાનમાં ગોંડલની ધ્રુવી એન્ટરપ્રાઇઝનું પણ નામ ચાલી રહ્યું છે. આ પેઢી સાથે મોટા માથાઓ સંકળાયેલા હોવાનું અને રાજકોટના આશાપુરા ટ્રેડીંગ તેમજ આવી પેઢીના નામમાં પણ કંઇક મોટુ ખુલવાની સંભાવના પોલીસને દેખાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech