જીએસટી વિભાગ એ નાણાકીય વર્ષ 2019-20ના તમામ કેસોમાં એસેસમેન્ટ કયર્િ બાદ કરદાતાઓને નોટિસ ફટકારવાનો શરૂ કર્યું છે જેમાં 30 એપ્રિલ સુધીમાં નોટિસની કામગીરી પૂરી કરી દેવાની છે. જે કરદાતાઓને નોટિસ મળી છે તેઓ એક મહિનામાં જવાબ નહીં આપે તો દસ હજારનો દંડ ફટકારવામાં આવશે.
અત્યાર સુધીમાં જીએસટી વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ વિભાગમાં મોટી સંખ્યામાં નોટિસો ફટકારી છે. કરદાતાઓને નોટિસમાં જે રકમ ભરપાઈ કરવાની દશર્વિી હોય તે 30 દિવસમાં ભરી દેવામાં આવે તો વિભાગ દ્વારા તેની પાસેથી દંડ ની વસુલાત નહીં કરે જો ત્યાર પછી તેઓ ભરપાઈ નહીં કરે તો 10,000 ની પેનલ્ટી લગાવશે. જે રકમ ભરવાની નોટિસ ફટકારી છે તેના પર 10% પેનલ્ટી ની રકમ વસુલાત કરી શકે છે.
પાછલા ત્રણ વર્ષમાં જ જીએસટી વિભાગએ કેસની સ્ક્રુટિનિ કરી નોટિસ ફટકારી દેવાની હોય છે ત્યાર પછીના વર્ષની સ્ક્રુટિની કરી શકાતી નહિ હોવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે અંતર્ગત વર્ષ 2019 અને 2020 ના કેસમાં નોટિસ આપવાની કામગીરી જીએસટી વિભાગે શરૂ કરી છે.
કરદાતાઓ દ્વારા ખોટી રીતે ક્રેડિટ લીધી હોય, વધારાની ક્રેડિટ લીધી હોય અથવા ડેટામાં વિસંગતતા આવી હોય તે સહિત કેસમાં નોટિસ આપવામાં આવતા દોડધામ શરૂ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છ વર્ષ પહેલા જ્યારે જીએસટી નો કાયદો આવ્યો ત્યારે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે નાની વિસંગતતાઓને લઈને તેમને નોટિસ આપવામાં આવશે નહીં પરંતુ તે વર્ષમાં પણ ઢગલાબંધ નોટીસ નીકળી હતી. હવે વર્ષ 2019 અને 20 ના એસેસમેન્ટ દરમિયાન ફરીથી નોટિસો નો ઢગલો શરૂ થયો છે. આગળની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કરદાતાઓએ શરૂ કરી દીધી છે જો કે તેમાં પણ કરદાતાઓ દ્વારા નાણાં ભરવા માટે તૈયારી દશર્વિે અને એક મહિનામાં ભરી દેવામાં આવે તો 10,000 રૂપિયા સુધીના દંડથી બચી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech