રાજકોટમાં બે દિવસ પૂર્વે પાંચથી વધુ બિલ્ડરોને ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગની ટિમએ બિલ્ડરોની ઓફિસ અને બાંધકામ સાઈટ ઉપર દરોડા પાડા હતા. જેમાં વન વલ્ર્ડ ગ્રુપની બે સાઈટ અને ઓફિસના સ્થળે ગત મધ રાત્રીના તપાસ પૂર્ણ કરી હતી અને બિલ્ડર દ્રારા બુકીંગ સહિતમાં જીએસટીની રકમની ચોરી કરી હોવાનું ખુલતા તપાસના અંતે રૂા. ૧ કરોડનો દડં ફટકારવામાં આવ્યો હતો અને આ દંડની રકમ ગઈકાલે જ ચેકથી વસુલ કરવામાં આવી હતી. જયારે પ્રાઇડ ગ્રુપની ઓફિસ અને જુદી જુદી પાંચ બાંધકામ સાઈટ પર તપાસ દરમિયાન જીએસટીની ટીમને ડિજિટલ રેકર્ડ પણ હાથ લાગ્યા હતા આઇટી ટીમની મદદથી રેકર્ડ સહિતની તપાસ કરતા પ્રાઇડ ગ્રુપના બિલ્ડર દ્રારા જીએસટીની ચોરી કરી હોવાનું ખુલતા નવ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. સંભવિત હજુ આ રકમ વધી શકે છે.
રાજકોટમાં સૌ પ્રથમ વખત સેન્ટ્રલ જીએસટીની ટીમના બિલ્ડર લોબી ઉપરના દરોડાથી બીલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. આ દરોડામાં સેન્ટ્રલ જીએસટી અને કસ્ટમ્સના એડિશનલ જોઇન્ટ કમિશનર પણ તપાસમાં જોડાયા છે.
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ જીએસટીની ટિમ બે દિવસ પૂર્વે શહેરના કેટલાક જાણીતા બિલ્ડરો ઉપર તવાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાઈડ ગૃપના મોટામવા અને પ્રેમ મંદિર પાસેના કોમર્શિયલ પ્રોજેકટ, ધ વન વલ્ર્ડ ગૃપના બાલાજી હોલ પાસેના મંગલમ, વાઈટાલીટી તેમજ નાનામવા પાસેના સર્કલ કોર્પેારેટ વલ્ર્ડ , અંબિકા ટાઉનશીપ, પીપળીયા એમ્પાયર, પીપળીયા હોલ કોઠારીયા, આઈકોનીક વલ્ર્ડના કાંગશીયાળી પ્રોજેકટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગત મોડી રાત્રે વન વલ્ર્ડ ગ્રુપની તપાસ પૂર્ણ થઇ હતી અને તપાસ દરમિયાન જીએસટીની ચુકવવાની થતી રકમમાં ગોલમાલ કરવામાં આવી હોવાનું મળેલા દસ્તાવેજી સહિતના પૂરાવાઓમાં જોવા મળતા પેનલ્ટી સહીત એક કરોડનો દડં વસુલવામાં આવ્યો હતો.
જયારે પ્રાઇડ ગ્રુપની ઓફિસ તપાસ દરમિયાન બાળકોના લેપટોપ અને ડાયરીઓમાં થયેલા સોદાઓમાં જીએસટી રકમની મોટી ગોલમાલ થઇ હોવાનું તપાસના અંતે સામે આવતા જીએસટી ટીમએ ડિજિટલ ડેટા હસ્તગત કરી પેનલ્ટી સહીત નવ લાખનો દડં ફટકાર્યેા છે. હાલ કેન્દ્ર સરકાર અને રાય સરકાર પાસેથી મળેલી સૂચનાઓને ધ્યાને લઈ હાલ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ઠેર ઠેર જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કરોડો પિયાની કરચોરી પકડી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech