બોગસ બીલીંગ અને વ્યાપક પ્રમાણમાં થતી કરચોરી રોકવા માટે ઇડી સાથે હાથ મિલાવ્યા છે. સરકારે જીએસટી ચોરીને રોકવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે હવેથી જીએસટીની ચોરી હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવાના નિર્ણયના પગલે કરચોરોમાં ફફડાટ મચી ગયો છે.
જેનો મતલબ હવે એ થાય છે કે જીએસટી ચોરી કરનારાંની ખેર નહિ રહે કારણ કે હવે ઇડી એમાં સીધી તપાસ કરી શકશે. જીએસટી વિભાગ તેની તપાસનો સમગ્ર ડેટા તે ઇડીને આપી શકશે જેના લીધે ઇડી દ્વારા તપાસ થશે અને આ નિર્ણયના પગલે જીએસટી વિભાગને મોટો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે આવી જ રીતે જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગે પણ ભૂતકાળમાં હાથ મિલાવ્યા હતા જેનો ફાયદો પણ ડિપાર્ટમેન્ટને થઈ રહ્યો છે ઇન્કમટેક્સ અને જીએસટી દ્વારા એવો સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે કે, ઇન્કમટેક્સ વિભાગના સર્ચ ઓપરેશન પછી જીએસટી ડિપાર્ટમેન્ટ આ સોફ્ટવેરના માધ્યમથી જે તે કરચોરો પર તપાસ કેન્દ્રિત કરી શકે છે.
ઇડી જીએસટી ચોરી કરનાર પેઢી ,વેપારી અને કંપ્ની સામે સીધી કાર્યવાહી કરી શકશે આ ઉપરાંત પાસપોર્ટ બ્લોક કે વિદેશથી કોઈને લાવવાનો હોય તો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જીએસટી માં રૂપિયા પાંચ કરોડથી વધારે ચોરી કરી હોય તો ધરપકડની જોગવાઈ રહેલી છે જ્યારે મની લોંડરીંગ ના કાયદામાં આવી કોઈ જોગવાઈ ન હોવાના કારણે નાનામાં નાની ચોરી કરનારની પણ ઈડી ધરપકડ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMI સામે જીત મેળવ્યા બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદારને થશે નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ
April 08, 2025 01:15 PMયુપીના આ ગામને મળ્યું છે એક અનોખું વરદાન, અહીં ઝેરી સાપના ડંખથી પણ કોઈનું મૃત્યુ થતું નથી!
April 08, 2025 12:22 PMફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ
April 08, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech