અમદાવાદમાં ઇન્કમટેક્સ બાદ જીએસટી વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયો છે. શહેરની એક ફાર્મા કંપની દ્વારા આચરવામાં આવેલ રૂ.111 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડનો રાજ્ય સરકારના જીએસટી વિભાગે પર્દાફાશ કર્યો છે. તેમજ 20.68 કરોડની કરચોરી ઝડપી પાડી છે. આ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી 11 કંપનીઓના અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ શહેરોમાં આવેલા 32 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી તપાસ બાદ બોગસ બિલિંગમાં સંડોવાયેલા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
જીએસટીના અધિકારીઓ દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીના વિવિધ સ્થળો પર દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા બોગસ બિલિંગ કૌભાંડ ખુલ્યું હતું. આ કંપનીના દસ્તાવેજોની ચકાસણી કરતા જુદા-જુદા નામ ધરાવતી ઘણી બધી કંપનીઓ એક જ સ્થળેથી કાર્યરત જોવા મળી હતી. તો કેટલીક ફાર્મા કંપનીઓએ સ્ટીલ અને આર્યનના ધંધા માટે લીધેલા જીએસટી નંબરના ઉપયોગનો હેતુ બદલી અને દવાનુ ઉત્પાદન કરતી જોવા મળી હતી. તેમજ કેટલીક કંપનીઓ માત્ર કાગળ પર હોવાનું તેમજ કોઈપણ પ્રકારનું ઉત્પાદન કે ખરીદ વેચાણ તથા ઇ-વેના બોગસ બિલ બનાવીને ખોટી આઇટીસી મેળવીને ગેરલાભ મેળવી લીધો હતો. જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચ્યું છે.
જીએસટી વિભાગના અધિકારીઓની ટીમે ઈ-વે બિલ અને ટોલપ્લાઝાના ડેટા સહિતના વિવિધ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કંપની માત્ર કાગળ પર હોવાનું ખુલતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમજ તપાસ દરમિયાન રૂ.114 કરોડના કરપાત્ર વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ રૂ.20.68 કરોડની આઇટીસી ખોટી રીતે કલેઈમ કરવામાં આવી હતી. આમ કરચોરીની રકમ રૂ. 5 કરોડથી વધુ હોવાથી જીએસટીના કાયદા અન્વયે આ મામલે ફોજદારી ગુનો દાખલ કરીને બે વ્યક્તિની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે ત્યારે કરચોરીનો આંકડો હજુ પણ વધવાની સંભાવના રહેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application