ભારતનું ગ્રોસ જીએસટી કલેક્શન એપ્રિલ, 2024માં રૂ. 2.1 લાખ કરોડ સાથે રેકોર્ડ ટોચે નોંધાયું છે. જે વાર્ષિક ધોરણે 12.4 ટકા ગ્રોથ દશર્વિે છે. સ્થાનિક ટ્રાન્જેક્શનમાં 13.4 ટકા, આયાતોમાં 8.3 ટકાના મજબૂત ગ્રોથ સાથે જીએસટી કલેક્શન ઐતિહાસિક ટોચે નોંધાયું હોવાનું નાણા મંત્રાલયે જણાવ્યું છે. અગાઉ ગતવર્ષે સમાનગાળામાં 1.87 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, ગુજરાતમાં માર્ચ-24 દરમિયાન રૂ. 13301 કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું. જે અગાઉના વર્ષની તુલનાએ 13 ટકા (11721 કરોડ) વધ્યું છે.
રિફંડની ગણતરી કયર્િ બાદ નેટ જીએસટી રેવેન્યુ એપ્રિલ, 2024માં રૂ. 1.92 લાખ કરોડ નોંધાઈ છે. જે ગતવર્ષની તુલનાએ 17.1 ટકા વધી છે. જેમાં રૂ. 43846 કરોડનું સેન્ટ્રલ જીએસટી, રૂ. 53538 કરોડનું સ્ટેટ જીએસટી તથા રૂ. 99623 કરોડનું આઈજીએસટી તથા રૂ. 13260 કરોડનું સેસ સામેલ છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ જીએસટી માટે રૂ. 50307 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પાસેથી રૂ. 41600 કરોડના સેટલમેન્ટ કયર્િ બાદ સેન્ટ્રલ જીએસટી બદલ રૂ. 94153 કરોડ, સ્ટેટ જીએસટી બદલ રૂ. 95138 કરોડની આવક નોંધાઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જીએસટી કલેક્શન 2 લાખ કરોડની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે. દેશમાં ટેક્સ સુધારણા તરીકે જીએસટી 1 જુલાઈ, 2017ના રોજ લાગુ થયુ હતું. કોવિડ મહામારી બાદ 2020-21થી જીએસટી કલેક્શન સતત વધ્યું છે. 2022-23માં એવરેજ 1.51 લાખ કરોડ કલેક્શન નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech