રવિવારે રાજકોટના ૩૭ કેન્દ્રમાં લેવાશે જીપીએસસીની પરીક્ષા: ૮૫૦૪ ઉમેદવાર

  • January 16, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ખાલી પડેલી આદિજાતિ વિકાસ અધિકારીની વર્ગ–૨ ની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે આગામી તારીખ ૨૧ ના રવિવારે રાજકોટ સહિત રાયના અનેક શહેરોમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્રારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં અલગ અલગ ૩૭ સેન્ટરમાં પરીક્ષા લેવામાં આવશે અને ઉમેદવારોની સંખ્યા ૮૫૦૪ છે. પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે આયોગના પ્રતિનિધિ અને તકેદારી અધિકારી સહિતનો સ્ટાફ પરીક્ષા સેન્ટરોમાં હાજર રાખવામાં આવશે. સામાન્ય અભ્યાસ વિષયની પરીક્ષાના પેપરો શનિવારે ગાંધીનગરથી આવી જશે અને ટ્રેઝરી ઓફિસના સ્ટ્રોંગ મમાં રાખવામાં આવશે. સ્ટ્રોંગ મ આસપાસ રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને બુધવારે તાલીમ આપવામાં આવશે.

પરીક્ષા કેન્દ્ર આસપાસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. આ સંદર્ભે જિલ્લા કલેકટર તત્રં તરફથી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો પણ લાગુ પાડવામાં આવનારા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application