જી.એમ.સી.સ્કુલના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં દાખવ્યું શ્રેષ્ઠ પ્રદર્શન

  • April 02, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં જી.એમ.સી. સ્કુલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 
પોરબંદરના ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ પ્રેમી સ્વ. સાજણભાઈ રામભાઈ ઓડેદરાની સ્મૃતિમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે  યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં જી.એમ.સી. સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચકલી બચાવો અભિયાન તેમજ પ્રકૃતિ પ્રેમી સ્વ. સાજણભાઈ રામભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જી.એમ.સી. સ્કુલ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓ માટે સ્ટેજ આપવા હંમેશા પ્રયત્નશીલ બની વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ કાર્ય કરી રહી છે,જેમાં તાજેતરમાં ચકલી દિવસ નિમિત્તે ઇનોવેટિવ આર્ટિસ્ટર્સ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ પ્રેમી સ્વ.સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં જી.એમ.સી. શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈ આ અભિયાનને સાર્થક બનાવ્યુ હતુ.ચિત્ર હરીફાઈના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને આયોજક સંસ્થા તરફથી પ્રોત્સાહક ઇનામો તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે શ્રી જી.એમ.સી. શાળા પરિવાર દ્વારા ઇનોવેટિવ આર્ટિસ્ટર્સ ટ્રસ્ટના સર્વે સભ્યો તેમજ સાજણભાઈ રામભાઈ ઓડેદરાના સ્મરણાર્થે તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત્ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application