જી.એમ.પટેલ ક્ધયા વિધાલય -ધ્રોલ ખાતે તા.૨૯/૦૧/૨૦૨૪ ના રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જામનગર જિલ્લા સાંસદ સભ્ય પુનમબેન માડમ, તેમજ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.વિડજાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.
કાર્યક્રમની શરુઆત પ્રાર્થના,ભજન, સામાન્યજ્ઞાન પ્રશ્નોતરી તેમજ કાર્યક્રમને અનુરુપ સવાંદ સાથે કરવામાં આવી. ત્યારબાદ શિક્ષણાધિકારી બી.એન.વિડજાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ શાળાના આચાર્યા તેમજ શિક્ષકો દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. સાંસદ સભ્ય પુનમબેન માડમનું સ્વાગત સાહેબે પુષ્પગુચ્છથી કર્યું તેમજ આચાર્યા વિજયાબેન બોડા છત્રોલાએ શાલ ઓઠાડી સન્માન કર્યું સાંસદ સભ્ય પુનમબેન માડમે પ્રસંગોચિત ઉદૃબોધન કર્યું. વિધાર્થીનીઓને ગભરાટ વગર પરીક્ષા આપવા પ્રેરણા આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિધાર્થીઓના પ્રશ્નોના સમાધાનનું જીવંત પ્રસારણ નિહાળવાનો લાભ લીધો. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે લખધીરસિંહ જાડેજા (જિલ્લા પંચાયત જામનગર સદસ્ય), મનસુખભાઈ ચભાડિયા (જામનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન), ભરતભાઈ દલસાણીયા (જોડિયા ભાજપ પ્રમુખ), ધરમશીભાઈ ચનિયારા (પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત-જામનગર), હર્ષાબેન કાસુન્દ્રા(ધ્રોલ તાલુકા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ), ડી.ડી.જીવાણી (ભાજપ ઉપપ્રમુખ-જામનગર), વિજયરાજસિંહ જાડેજા (ઉપપ્રમુખશ્રી), જગદીશભાઈ વિરમગામા (જોડિયા તાલુકા ભાજપ પ્રભારી), જેન્તીભાઈ કગથરા (તાલુકા પંચાયત સદસ્ય-ધ્રોલ), હિતેશભાઈ ચનિયારા (ધ્રોલ-શહેર ભાજપ મહામંત્રી) સમીરભાઈ શુકલા (ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ), હિરેન કોટેચા (ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી), ગોવિંદભાઈ દલસાણીયા, તુષારભાઈ ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ. ઉપસ્થિત સર્વેએ વિધાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીઓ નિહાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચોંડાગર સુધાબેને કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા વિજયાબેન બોડા છત્રોલાના માર્ગદર્શન હેઠળ જ્યોત્સનાબેન બોડા, ગીતાબેન ગડારા, ગામીત હીનાબેન, રાઠવા પ્રવિણાબેન, જાવિયા ઉર્મિલાબેને ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech