શહેર-જિલ્લાની સામાજિક- સેવાકીય સંસ્થાઓ દ્વારા વધુને વધુ બ્લડ કેમ્પ યોજાય તેવી પણ માંગણી
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવેલી બ્લડ બેન્કમાં હાલના તબક્કે બ્લડ માટે કમી વર્તાઈ રહી છે, અને શહેર જિલ્લાના રક્તદાતાઓએ વધુ ને વધુ રક્તદાન કરવા માટે જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક ની ટીમ દ્વારા અનુરોધ કરાયો છે.
શહેર-જિલ્લાની સામાજિક સેવાકીય સંસ્થાઓ, કે જેઓ દ્વારા સમયાંતરે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે, તેવી સંસ્થાઓને પણ બ્લડ ડોનેશનના કેમ્પ યોજીને વધુને વધુ રક્તદાન ની આ સેવા પ્રવૃત્તિમાં જોડાય તેવી પણ માંગણી કરવામાં આવી છે.
હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બ્લડ બેન્કમાં રક્તની યથા યોગ્ય પરિસ્થિતિ છે, પરંતુ જી.જી. હોસ્પિટલમાં ૩૫૦ થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો નોંધાયેલા છે, અને તેઓને મહિનામાં એક થી બે અથવા ત્રણ વખત રક્ત આપવું પડે છે, તે ઉપરાંત જી.જી. હોસ્પિટલ ના ગાયનેક વોર્ડ માં દાખલ થયેલા મહિલા દર્દીઓ, તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓ કે જેઓ માટે ખૂબ જ રક્તની જરૂરિયાત ઊભી થતી હોવાથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધુ ને વધુ લોકો રક્તદાનની પ્રવૃત્તિમાં જોડાય તે માટેની અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત Spadex મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરનારો ચોથો દેશ બન્યો
December 30, 2024 10:52 PMઆફ્રિકન દેશ ઈથોપિયામાં દર્દનાક અકસ્માત, ટ્રક નદીમાં પડતાં 66 લોકોના મોત
December 30, 2024 09:15 PMગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સત્તામંડળોમાં માળખાકીય વિકાસ માટે રૂ.1000 કરોડની ફાળવણી
December 30, 2024 09:04 PMસુરતમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડી, એક યુવાનનું મોત
December 30, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech