2025માં GDP ગ્રોથ 6.6 ટકાના દરે નોંધાય તેવી શક્યતાઃ RBI

  • December 30, 2024 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2024-25 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે.


આરબીઆઈએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા ટકાઉ અને સ્થિર ગ્રોથ કરી રહી છે. 2025માં જીડીપી 6.6 ટકાના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે.


એનબીએફસીની સ્થિતિમાં સુધારો


નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી, વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા એનબીએફસીની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application