શેર બજાર માટે આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. એક તરફ જ્યાં અમેરિકા સહિત એશિયાઈ બજારમાં તેજીની અસર બજાર પર જોવા મળી શકે છે ત્યારે બીજી તરફ દેશની જીડીપી ગ્રોથનો ડેટા અને વિદેશી રોકાણકારોની વેચવાલી શેર માર્કેટને પ્રભાવિત કરી શકે છે.
શુક્રવારે સેન્સેક્સ 105 પોઈન્ટ તૂટી બંધ થયો હતો
ગત શુક્રવારે શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. શેરબજારમાં એફએન્ડઓ સેટલમેન્ટ, એફઆઈઆઈ વેચવાલીના લીધે નોંધાયેલા કડાકા બાદ માર્કેટ સુધર્યું હતું. ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનો વધારો થયો હતો. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ 105 પોઈન્ટના ઘટાડા સાથે 80004 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 56 પોઈન્ટના ઘટાડા સાથે 24217 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 47 પોઈન્ટના ઉછાળા સાથે 52218 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.
નબળા શેરોની ખરીદીથી દૂર રહેવું
ભારતીય શેર બજાર માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશિયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશિયાની ન્યુક્લિયર યુદ્વની ચિમકીએ જીઓ પોલિટિકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. અનિવાર્ય કરેક્શનનો દોર હાલ તુરંત પૂરો થયો ગણી શકાય. હવે કોઈપણ અનિચ્છનીય જીઓ પોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાડા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેક્ટરને ધ્યાનમાં રાખીને નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું.
જીડીપી ગ્રોથના આંકડા શેર બજારને પ્રભાવિત કરશે
ભારતીય શેર બજારમાં છેલ્લા એક સપ્તાહમાં ઝડપથી ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટી બન્ને ગ્રીન ઝોનમાં કારોબાર કરતા નજરે પડ્યા હતા. પરંતુ શું આ વર્ષ(2024)ના અંતમાં એટલે કે, ડિસેમ્બરની શરૂઆતમાં પહેલાથી જ તેજીની અસર બજારમાં યથાવત રહેશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. ત્યારે બીજી તરફ અને બીજી ત્રિમાસિકમાં ભારતની જીડીપી ગ્રોથના જે આંકડા સામે આવ્યા છે તે બજારને પ્રભાવિત કરી શકે છે.
ભારતનો GDP ગ્રોથ ઘટીને 5.4% થયો
નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ ઘટીને 5.4% થઈ ગઈ છે. 7 ક્વાર્ટરમાં આ સૌથી ધીમી વૃદ્ધિ છે. અગાઉ, 2023ના ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 4.3% હતી. જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં (Q2FY24) તે 8.1% હતો. છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે Q1FY25માં તે 6.7% હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GVA 5.6%ના દરે વધ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં GVA વૃદ્ધિ 7.7% હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ 6.8% હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે જીડીપી વૃદ્ધિ ધીમી પડી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસે 29 નવેમ્બરે જીડીપી ડેટા જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યા હશે કે ન તો જોયા હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech