રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડના મામલે હાઇકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે સરકારને આડે હાથ લેતા જણાવ્યું છે કે ફાયર સેફ્ટીના આદેશનો અમલ અને પીડિતોના વળતર મુદ્દે સરકાર જવાબ આપે ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાડની સુઑમોટોની સુનાવણીમા સરકારને આડે હાથ લીધી હતી અને જવાબદાર અધિકારીઓ ના ખિસ્સામાંથી વળતર આપવામા આવે, આગામી 13મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે
રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડની સુઓમોટોમાં ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ખંડપીઠે નોંધ્યું છે કે, પીડિતોને જવાબદાર અધિકારીઓ ઉપરાંત ફરજચુક કરનારા મ્યુનિસિપલ કમિશનરોના ખીસ્સામાંથી વળતર આપવા અને હાઇકોર્ટ દ્વારા ફાયર સેફ્ટીના કાયદાની અમલવારી મુદ્દે કરવામાં આવેલા આદેશો મુદ્દે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા એમનો જવાબ રજૂ કરવામાં આવે.હાઇકોર્ટે હવે આ કેસની સુનાવણી 13મી સપ્ટેમ્બરે રાખી છે.
હાઇકોર્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે,આ કેસમાં કોર્ટ મિત્ર અમિત પંચાલે રજૂઆત કરી હતી કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને ક્લિન ચીટ આ મામલે આપી શકાય નહીં. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના અહેવાલમાં બંને મ્યુનિસિપિલ કમિશનરો દ્વારા તેમની ફરજ યોગ્ય રીતે બજાવી હોવાનું જે તારણ આપવામાં આવ્યું છે, એ ગેરમાર્ગે દોરનારું છે. મ્યુ. કમિશનર તેમના તાબા હેઠળના અધિકારીઓનું સુપરવિઝન અને કંટ્રોલ કરવાની ફરજ યોગ્ય રીતે ન બજાવે ત્યારે તે પોતે નિર્દોષ હોવાની દલીલ કરી શકે નહીં. પોતાની જવાબદારી તે તાબા હેઠળના અધિકારીઓ પર ઢોળી શકે નહીં. એટલું જ નહીં ફાયર સેફ્ટી અંગેની જાહેરહિતની અરજીમાં રાજકોટ
મ્યુ. કોર્પોરેશનના કમિશનર દ્વારા કોર્ટના વિવિધ આદેશનો અમલ કરવાના શપથ સોગંદનામા ઉપર લીધા હતા.
જેમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવાનું અને ફાયરની એનઓસી આપવાનું સુનિશ્ચિત કરવાનું સોગંદનામા ઉપર જણાવવામાં આવ્યું હતું.’હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે,રાજકોટ અગ્નિકાંડના 27 પીડિતો તરફથી રજૂઆત કરાઇ છે કે તેમને પુરતું વળતર મળ્યું નથી. સાથે જ આ કેસમાં ભૂલ કરનારા અધિકારીઓએ પણ વળતર ચુકવવા જોઇએ. સીટના રિપોર્ટમાં જે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવ્યા છે, તેમને તેમના ખીસ્સામાંથી વળતર ચુકવવાને લાયક ઠરાવવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનરો જેમણે ફરજચુક કરી છે, તેમને પણ પીડિતોને વળતર ચુકવવા માટે જવાબદાર ગણવા જોઇએ.
અહી યાદ અપાવવુ જરુરી છે કે રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લ ે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા.આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર એનઓસી જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ સિસ્ટમ પણ નહોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech