રાજકોટ એરપોર્ટનો ફનલ મેપ જાહેર પણ જૂના એરપોર્ટનો નિર્ણય બાકી: કાલે મિટિંગ

  • January 15, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો કલર કોડ મેપિંગ ઝોનમાં સમાવેશ કરી દેવાતા એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં બાંધકામ પ્રક્રિયાના નિયમોમાં સરળતા લાવવા માટે એરપોર્ટ ઓથોરિટીના આ પ્રયાસમાં કોકડું ગુંચવાય ગયું છે ને ફરીથી બિલ્ડીંગ માટેની મંજૂરીના નિયમોમાં જટિલ પ્રશ્નો સામે આવ્યા છે. એક તરફ જુના એરપોર્ટ અંગે નિર્ણય પેન્ડીંગ છે ત્યારે નવા એરપોર્ટ નો ફનલ મેપ જાહેર થતાં રાજકોટ કોર્પેારેશન અને ડા તત્રં માં અવઢવમાં છે.આ મુદ્દે આવતીકાલે મંગળવારે ડા,કોર્પેારેશન, એરપોર્ટ ઓથોરિટીની અગત્યની મીટીંગ હોવાનું સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટ પર કલર કોડેડ ઝોનિંગ મેપ મૂકવામાં આવ્યો છે જેના આધારે બિલ્ડીંગ બાંધકામના નિયમોને થઈ શકે અને એનઓસીની કડાકુટમાંથી મુકિત મળી શકે, ગુંચવણ ઉકેલવાના બદલે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો છે કે જુના એરપોર્ટની જેમ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માં પણ એનઓસી માટેની મર્યાદા ૫૬ કિલોમીટર સુધી યથાવત રાખવામાં આવતા હવે મોરબી જિલ્લામાં પણ બાંધકામ માટે મંજૂરી લેવાનો પ્રશ્ન ઊભો થયો છે. જુના એરપોર્ટમાં ૫૬ કિલોમીટર ની એનઓસી માટેની મર્યાદા હતી ત્યારે જામનગર કાલાવડ સુધી આ મર્યાદિત વિસ્તારમાં બાંધકામ પ્લાન માટે એન ઓ સી લેવી પડતી હતી, જેમાં હવે હીરાસર આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ માં એનઓસીની મર્યાદા ઘટાડવામાં આવી નથી અને ૫૬ કિલોમીટર યથાવત રાખવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાનો પણ સમાવેશ થઈ ગયો છે આથી મોરબીમાં પણ હવે બાંધકામ પ્રક્રિયા માટે તેમજ પવનચક્કી, ભારે વીજટ્રાન્સફોર્મર, રેડિયો ટાવર માટે પણ ફરજિયાત એન ઓ સી લેવું પડે તેમ છે.
આ ઉપરાંત એવો પણ જટિલ પ્રશ્ન સામે આવ્યો છે કે, એરપોર્ટ ઓથોરિટીની એન ઓ સી માટેની સાઇટ પર બંને એરપોર્ટ આજ દિવસ સુધી દર્શાવ્યા છે અને હજુ સુધી જુના એરપોર્ટ નજીકના વિસ્તારોમાં બાંધકામ માટે એનઓસીની આવશ્યકતા નહીં રહે તેઓ કોઈ નિર્ણય નથી લેવાયો કે જાહેરાત પણ નથી થઈ, નવા એરપોર્ટને શ થયા તે વાતને આજે પાંચ મહિના થઈ ગયા ત્યારબાદ પણ હજુ જુના એરપોર્ટ નજીકના વિસ્તારમાં બાંધકામ પ્રક્રિયા માટે એનઓસી ફરજિયાત છે ત્યારે બિલ્ડર્સ માટે એ મુંઝવણ ઊભી થઈ છે કે, જુના એરપોર્ટ પરથી એનઓસી લેવું કે નવા એરપોર્ટ પરથી એન ઓ સી લેવું ? આ ઉપરાંત જુના કે નવા એરપોર્ટ ની આજુબાજુના વિસ્તારોમાં એનઓસી માટે કયા માપદંડો ને આધીન ગણવા? સહિત અનેક અવઢવ ઊભી થઈ છે.
એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યા મુજબ હજુ સુધી જુના એરપોર્ટ પરથી એનઓસી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પોર્ટલમાંથી રાજકોટના જુના એરપોર્ટને દૂર કરવામાં આવ્યું નથી યાં સુધી બોર્ડ ગેઝેટમાંથી યાં સુધી રાજકોટના જુના એરપોર્ટને હટાવસે ત્યાં સુધી જુના એરપોર્ટ ની આસપાસના વિસ્તારમાં અગાઉની જેમ એનઓસી લેવી પડશે. અત્રે ઉલ્લેખ છે કે તાજેતરમાં દેશના અન્ય શહેરોમાં નવા બનેલા એરપોર્ટનો કલર કોડ ઝોન મેપિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં એનઓસી માટે ૨૦ કિલોમીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે તો પછી રાજકોટમાં શા માટે ૫૬ કિલોમીટરની યથાવત રાખવામાં આવ્યા છે તેવા સવાલો ઊભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application