વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા શાપર વેરાવળમાં રહેતા શખસને શાપર પોલીસે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.રાજકોટ જિલ્લા પોલીસવાળા વિજયસિંહ ગુર્જર દ્રારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી છે. જે સૂચનાને લઇ શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એસઆઇ ડી.આર. સરવૈયા, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ઝાલા, કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા તથા દિવ્યેશભાઈ શામળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એડીપીએસના ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપી આકાશ ત્રિકમભાઈ સોલંકી (રહે બુદ્ધનગર કસુમા ગેટ અંદર મફતિયાપરા વેરાવળ, મૂળ લીંબડી તા. સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ વાંકાનેરમાં માદક પદાર્થ સાથે ઝડપાયેલ શખસની પૂછતાછમાં હાલના આરોપી આકાશ સોલંકીનું નામ ખુલ્યું હતું. ત્યારબાદથી તે ત્રણ માસથી નાસતો ફરતો હતો. આરોપી આકાશ સામે અગાઉ શાપર, ગોંડલ તાલુકા, રાજકોટ તાલુકા, આજીડેમ સહિતના પોલીસ સ્ટેશનમાં રાયોટ, એનડીપીએસ, દા સહિતના છ ગુના નોંધાઈ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application