BREAKING NEWS

દુનિયામાં ઇંધણના ભાવ ૧૭૨% વધ્યા ભારતમાં ચૂંટણી બાદ વધવાની આશંકા

  • April 17, 2026 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ફૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં ૧૭૨ ટકાનો ઊછાળો થયો છે. જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૭૧ ડોલરથી વધીને ૧૧૧ ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે.
વૈશ્વિક સ્તર પર ગ્લોબલ પેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં ૧૭૨ ટકા, લાઓસમાં ૧૬૯ ટકા, વ્યાંમારમાં ૧૬૧ ટકા, મલેશિયામાં ૧૨૪ ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ
પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે સ્થિર છે.
જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. ૧૦નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધાર્યો છે.
જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News