મોંઘવારીને કારણે લગ્ન સમારોહ ૨૫ ટકા મોંઘા થયા છે પરંતુ આવતીકાલે દેવઉઠી એકાદશીથી શરૂ થઈ રહેલી લની સિઝનને લઈને ચિંતિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેડિંગ ડેસ્ટિનેશન, ફડ અને ડેકોરેશન મોંઘા હોવા છતાં લની તૈયારીઓ અને જાહોજલાલી હજુ પણ અકબધં છે. ખર્ચ ઘટાડવા માટે લોકો ચોક્કસપણે ગેસ્ટ લિસ્ટ અને મેનુમાં થોડો કટ કરી રહ્યા છે. દેશભરના લો પર નજર કરીએ તો આવનારા બે મહિનામાં ૪૮ લાખથી વધુ લગ્ન થશે.
આ વર્ષે ૬ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. મિડલ કલાસથી લઈને એલિટ કલાસ સુધીના લોકો પણ પોતાના બજેટ પ્રમાણે ડેસ્ટિનેશન પસદં કરી રહ્યા છે અને લગ્નને ભવ્ય બનાવવા માટે ઈવેન્ટ મેનેજમેન્ટનો સહારો લઈ રહ્યા છે. એ પછી ભોજન, સોશિયલ મીડિયા, કપડાં અને સંગીત પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. દેવઉઠી એકાદશીથી શ થતા વર્ષમાં લ માટે કુલ ૫૯ શુભ મુહર્ત છે.
અગાઉ ઘરના વડીલો પરંપરાગત વાનગીઓનું મેનુ નક્કી કરતા હતા. હવે યુવાનો અને મહિલાઓની પસંદગી સર્વેાપરી બની ગઈ છે. પરંપરાગત ભોજનની સાથે ચાટ, જાપાનીઝ, ઓરિએન્ટલ, ઈટાલિયન, મેકિસકન, ચાઈનીઝ, ટર્કીશ વાનગીઓને મલ્ટી કુઝીન મેનુમાં પસદં કરવામાં આવી રહી છે.
સામાન્ય લગ્નમાં થાળી દીઠ ૫૦૦ થી ૯૦૦ રૂપિયામાં મળતું ભોજન હવે ૧૨૦૦ થી ૧૭૦૦ પિયા અને તેનાથી પણ વધુ થઈ ગયું છે. ખર્ચ ઘટાડવા માટે ૧૫૦૦ થી ૨૦૦૦ ના બદલે માત્ર ૮૦૦–૧૦૦૦ મહેમાનોને બોલાવવામાં આવી રહ્યા છે.
લોકો અલગ–અલગ શહેરોમાં બે ઈવેન્ટનું આયોજન કરીને પણ ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે.
વેડિંગ મેનેજમેન્ટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં ગાર્ડન હોટલના દરમાં ૧૦ ટકાનો વધારો થયો છે યારે બેન્ડ બાજા અને ઘોડીની ન્યૂનતમ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
પહેલા બેન્ડ રૂ.૫૦૦૦ થી રૂ.૫૧૦૦૦ સુધી ઉપલબ્ધ હતા પરંતુ હવે તે . ૧૧૦૦૦ થી શરૂ થઈ રહ્યા છે. ઘોડીનું લઘુત્તમ ભાડું પણ ૨૧૦૦ પિયાથી વધારીને ૩૧૦૦ પિયા કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech