અયોધ્યાથી અમેરિકાના કેલિફોર્નિયા સુધી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે ધૂમ

  • January 21, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમેરિકામાં પણ ઉજવણીનો માહોલ છે. શનિવારે કેલિફોર્નિયામાં સનીવેલથી ગોલ્ડન ગેટ સુધી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવા બેનરો સાથે આ રેલીમાં 1,100 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.


અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમેરિકામાં પણ ઉજવણીનો માહોલ છે. શનિવારે કેલિફોર્નિયામાં સનીવેલથી ગોલ્ડન ગેટ સુધી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છ આયોજકોમાંથી એક રોહિત શર્માએ કહ્યું કે રામ મંદિરની ઉજવણીમાં આયોજિત આ કાર્યક્રમને અપેક્ષા કરતા વધુ પ્રતિસાદ મળ્યો. અહેવાલો અનુસાર ગોલ્ડન ગેટ સુધી આયોજિત વિશાળ રેલીમાં 300 થી વધુ કારોએ ભાગ લીધો હતો.


કેલિફોર્નિયાના બે એરિયામાં છ સ્વયંસેવક હિન્દુઓએ આ કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી બાદ ટેસ્લા કારનો લાઇટ શો પણ યોજાયો હતો. રામ રથના નેતૃત્વમાં લગભગ 100 માઈલ લાંબી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી.


કેલિફોર્નિયામાં અદ્ભુત પ્રતિસાદ મળ્યો
છ આયોજકોમાંના એક રોહિત શર્માએ સમાચાર એજન્સી પીટીઆઈને ફોન પર જણાવ્યું કે રામ મંદિરની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમનો પ્રતિસાદ અપેક્ષા કરતાં વધુ હતો. અણધાર્યા વરસાદ છતાં 2,000 થી વધુ ઉત્સાહી રામ ભક્તોએ ભગવા ધ્વજ લહેરાવ્યા, રામ ભજન ગાતા અને ઢોલ વગાડાની સાથે જ આ વિસ્તારને મીની અયોધ્યામાં ફેરવી દીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News