BREAKING NEWS

1 એપ્રિલથી પેઈનકિલરથી માંડી તાવ સુધીની 1000થી વધુ આવશ્યક દવાઓ થશે મોંઘી

  • March 26, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી 1 એપ્રિલ 2026થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે 0.6% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે.


નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ 2024ની સરખામણીએ 2025માં હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં (+) 0.64956% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે.


આ વધારો 1,000 થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે. જેમાં મુખ્યત્વે પેરાસીટામોલ કે જે તાવ અને દુખાવા માટે સૌથી વધુ વપરાતી દવા છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે વપરાતી એઝિથ્રોમાસીન જેવી દવાઓ, એનીમિયા અને વિટામિન્સ લોહીની ઉણપ દૂર કરવાની દવાઓ અને મિનરલ્સ, સ્ટીરોઈડ્સ કે જે ગંભીર બીમારીઓ અને શ્વસન સંબંધી સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.


ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ મામૂલી વધારો પૂરતો નથી. ચાલુ ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ (APIs) અને સોલ્વન્ટ્સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. ગ્લિસરીનની કિંમતમાં 64% નો વધારો થયો છે. આ ઉપરાંત પેરાસીટામોલ APIની કિંમતમાં 25% નો વધારો થયો છે. પેકેજિંગ મટિરિયલ જેવા કે એલ્યુમિનિયમ ફોઈલ અને PVC ના ભાવ 40% સુધી વધ્યા છે. દવાઓના ઉત્પાદન ખર્ચમાં 30-35% નો વધારો થયો છે, જેની સામે 0.6% નો ભાવ વધારો ઉદ્યોગ માટે પૂરતો નથી. અમે આ મુદ્દે NPPA સમક્ષ રજૂઆત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application