ભીડભંજન સોસાયટીમાં રહેતાં અને ટુર્સ ટ્રાવેલ્સનું કામ કરતાં યુવાન પાસેથી તેના જ બે મિત્રો લમાં ઉપયોગમાં લેવાના બહાને ૯ લાખની માંગીને લઇ ગયા બાદ પરત ન આપી સગેવગે કરી નાખતા અંતે આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.ગોપાલ ચોક ભીડભંજન સોસાયટી–૪ સૂર્યવંશી ખાતે રહેતાં અને ઘરે બેઠા સૂર્યદિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે કામ કરતાં યજ્ઞરાજસિંહ નનકુભાઇ બસીયા (ઉ.વ.૩૩) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કેવડાવાડીમાં રહેતાં તેના જ મિત્ર લક્કી ઠક્કર, વિષ્ણુ વિહારના દિવ્યરાજસિંહ ઇન્દુભા ઝાલા અને કેનાલ રોડ લમવાડી–૭૧૬માં રહેતાં સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ટૂર ટ્રાવેલ્સનું કામ કરતા હોઇ તેમની તથા મિત્ર સર્કલની મળી દસ જેટલી કાર ભાડે આપે છે. ૧૯૧૨૪ના મિત્ર લક્કી ઠક્કર અને દિયરાજસિંહ ઝાલાએ વાત કરી હતી કે ચારેક દિવસ માટે એક કાર લમાં મહેમાનને તેડવા મુકવા માટે જોઇએ છે. લક્કીએ કહેલું કે બપોર પછી આ કાર દિવ્યરાજસિંહ લઇ જશે. ત્યારબાદ દિવ્યરાજસિંહ સાંજે સાડા ચારેક વાગ્યે આવેલ અને તેને જીજે૩૮બીસી–૦૫૪૯ નંબરની કાર મિત્રતાના નાતે ચાર દિવસ માટે આપી હતી. મિત્ર હોઇ કાર આપ્યાનું કોઇ લખાણ કરાવ્યું નહોતું અને ભાડુ પણ નક્કી કર્યુ નહોતું.
બાદમાં ફરિયાદી કામ માટે દિલ્હી ગયા બાદ દસ બાર દિવસ પછી લક્કીનો કોન્ટેકટ કર્યેા હતો પણ તેનો ફોન બધં હતો. ત્યારબાદ પરત આવતાં લક્કી ભુતખાના ચોકમાં મળતાં કાર પાછી માંગતા તેણે કહેલું કે તારી કાર મેં ગીરવે મુકી દીધી છે અને સાંજે સાત વાગ્યે પૈસા આવવાના છે જેથી છોડાવીને તને આપી જઇશ. આથી અમે બંને અલગ પડી ગયા હતાં. મેં સાંજે રાહ જોઇ હતી પણ લક્કી આવ્યો નહોતો. મારી આ કારમાં જીપીએસ સિસ્ટમ હોઇ જેથી મેં લોકેશન ચેક કરતાં કેનાલ રોડ લમીવાડી–૭૧૬ના ખુણાનું લોકેશન આવતાં ત્યાં જઇ તપાસ કરતાં અહિ રહેતાં સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના ઘર પાસે મારી કાર પડી હતી. તે હાજર ન હોઇ સંજયસિંહને ફોન કરતા તેણે કહેલું કે હાલ હત્પં બહાર છું, બે દિવસ પછી ફરી સંજયસિંહને ફોન કરતાં તેણે કહેલુ કે ગાડી લક્કી અને દિવ્યરાજ આપી ગયા છે અને તેની સામે બે લાખ દીધા છે. તેમાંથી એક લાખ તમે જતાં કરો અને એક લાખ હત્પં જતા ક, તમે મને એક લાખ આપો તો તમારી ગાડી આપી દઉ તેમ કહેતાં ફરિયાદીએ ના પાડી હતી. બાદમાં સંજયસિંહના ઘરે જતાં ત્યાં મારી કાર જોવા મળી નહોતી.જેથી અંતે તેમણે આ ફરિયાદ કરી હતી.જેના આધારે યુનિવર્સિટી પોલીસે છેતરપિંડી–વિશ્ર્વાસધાતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
મિત્રતામાં ગૂમાવેલા ૧૦ લાખ કઢાવવા જતા વીમા એજન્ટે વધુ ૧૦ લાખ ખોયા
પૂજારા પ્લોટમાં રહેતા વીમા એજન્ટ કલ્પેશભાઈ લીલાધરભાઇ ગોંડલીયા(ઉ.વ ૫૦) દ્રારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કંદર્પ વાલ્મિકભાઇ ઢેબર,અમિત પ્રવીણભાઈ વાઘેલાના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પૂર્વે આરટીઓ પાસે તેમની ઓફિસ હતી ત્યારે આરોપી કંદર્પ સાથે પરિચય થયો હતો અને બાદમાં મિત્રતા થતા ૫ લાખ ઉછીના આપ્યા હતા જે રકમ પરત આપી દીધી હતી બાદમાં પ્રીમિયમ માટે વધુ ૧૦ લાખ માંગતા ૧૧ ઓકટોબર ૨૦૨૨ ના પૈસા આપ્યા હતા જે જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં આપી દેશે તેવું કહ્યું હતું પરંતુ બાદમાં તેણે ફોન બધં કરી દીધો હતો અને ઘરે પણ તે હાજર મળી આવ્યો ન હતો. તેની પાસેથી અમિત વાઘેલા પૈસા કઢાવી આપશે એવું જાણવા મળતા તેની પાસે ગયા હતા. તેણે એક માસમાં પૈસા કઢાવી દેશે તેવું કહ્યું હતું બાદમાં તેની સાથે મિત્રતા થતા તેણે ૧ કરોડનો ડોલરનો વહીવટ છે તેમાં ૧૦ લાખ ઘટે છે ત્રણ દિવસમાં પરત આપી દેશે તેમ કહી ૨૮ માર્ચ ૨૦૨૩ ના ફરિયાદી પાસેથી ૧૦ લાખ લીધા હતા. પરંતુ બંનેમાંથી એકપણ પાસેથી પૈસા પરત ન મળતા અંતે પોતાની સાથે થયેલી પિયા ૨૦ લાખ ની આ છેતરપિંડી અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech