રાજકોટના કોઠારીયા ગામ પાસે રહેતા પટેલ યુવાને સ્કૂલમાં સાથે ભણતા મિત્ર પાસેથી દવાખાનાના કામ સબબ રૂપિયા 30,000 વ્યાજ લીધા હતા જેના બદલામાં 4.32 લાખ ચૂકવી દીધા હોવા છતાં હજુ વધુ રૂપિયા 1.60 લાખની પઠાણી ઉઘરાણી કરી આ શખસ તથા તેની સાથેના અન્ય બે શખસો યુવાનના ઘરે આવી તેની સાથે મારકૂટ કરી હતી.આ શખસોએ બળજબરીપૂર્વક યુવાનની સહીવાળા ચેક કઢાવી લીધા હતા. જે અંગે યુવાને ત્રણેય શખસો સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા ગામે ઓપેરા બિલ્ડીંગ પાછળ રહેતા કલ્પેશભાઈ વલ્લભભાઈ ડાવરા(ઉ.વ 35) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં ભારતીનગર સહકાર રોડ પર રહેતા સંજય ગઢવી તથા શ્યામ હોલ નજીક રહેતા મયુર ગઢવી અને ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોક નજીક રહેતા પંકજ ઢોલરીયાનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓને વેજા ગામે જમીન આવેલી હોય જ્યાં તેઓ ખેતીકામ કરે છે. ત્રણેક વર્ષ પૂર્વે વર્ષ 2021 માં માર્ચ મહિનામાં તેઓને દવાખાનાના કામ સબબ પૈસાની જરૂરિયાત ઊભી થતા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા મિત્ર સંજયભાઈ ગઢવી પાસેથી રૂપિયા 30,000 એક અઠવાડિયાનું 10 ટકા વ્યાજ ભરવાની શરતે જેમાં મહિનાના 40 ટકા વ્યાજ લેખે આ પૈસા લીધા હતા. અઠવાડિયે પૈસા ન ચૂકવી શકે તો રૂપિયા 12 હજાર પેનલ્ટી સહિત રૂ.20,000 તેઓ ચૂકવતા હતા અને આજદિન સુધી આ સંજય ગઢવી ને રૂ.4.32 લાખ ચૂકવી દીધા છે. છેલ્લા દોઢેક વર્ષની સંજય ગઢવી તથા તેના બંને મિત્રો વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરવા ઘરે આવતા હતા અને ગાળાગાળી વાળા મેસેજ કરતા હતા.
ગત તારીખ 22/2/2024 ના સાંજના છ વાગ્યે યુવાન તથા તેના પરિવારજનો ઘરે હતા ત્યારે આરોપીઓ અહીં તેના ઘરે આવ્યા હતા અને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી યુવાને કહ્યું હતું કે, મેં જેટલા પૈસા લીધા છે તેના અનેક ગણા ચૂકવી આપ્યા છે. જેથી આ ત્રણેય શખસે ઉશ્કેરાઇ કહ્યું હતું કે, તારે હજુ રૂપિયા 1.60 લાખ દેવા પડશે તેમ કહી યુવાનને લાફો મારી દીધો હતો. બાદમાં બળજબરીપૂર્વક તેની સહીવાળા બે કોરા ચેક પણ લઈ લીધા હતા. આમ રૂ.30,000 ના 4.32 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયા 1.60 લાખની ઉઘરાણી કરી આ શખસો ધાકધમકીઓ આપતા હોય અંતે યુવાને આ અંગે આ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 384, 323, 504, 114 અને મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech