ફ્રાન્સનાં જાણીતા મહિલા મંત્રી પ્લેબોયના કવર પર ચમકતા વિવાદ

  • April 04, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


40 વર્ષીય વેલ મર્લિન બે દીકરીની માતા અને રાષ્ટ્રપતિ મેક્રોંનાં પ્રિય છે

વ્યવસાયે લેખિકા મર્લિન અગાઉ સેકસ પર પુસ્તક લખી વિવાદમાં આવ્યાં હતાં


ફ્રાંસની ખૂબસૂરત મહિલા મંત્રી વેલ મર્લિન યુવાન, સુંદર અને સ્માર્ટ છે. તેઓ સ્પષ્ટવક્તા છે. હંમેશા પોતાની જાતને જાહેરમાં એવી રીતે રજૂ કરતી રહી છે કે હવે તેના ઘણા ચાહકો છે અને મોટીફેન ફોલોઇંગ પણ છે.  ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના પ્રિય માનવામાં આવે છે. 2017 થી, તે ફ્રાન્સની મંત્રી છે. હાલમાં ફ્રાન્સમાં સામાજિક અર્થતંત્ર અને ફ્રેન્ચ એસોસિએશનના મંત્રી છે. પરંતુ હવે તેઓ સેક્સ માટે જાણીતા મેગેઝીન પ્લેબોયના કવર પર દેખાતા ચર્ચાનો વિષય બન્યા છે.


40 વર્ષીય મર્લિન બે દીકરીઓની માતા છે. તે વ્યવસાયે લેખક છે. તેમણે 28 થી વધુ નવલકથાઓ અને લેખો પણ લખ્યા છે. તેણીના મંતવ્યો ખાસ્સા ફેમિનિસ્ટ માનવામાં આવે છે. એટલું જ નહીં તેઓ ઘણીવાર આવા વિષયો પર પુસ્તકો અથવા લેખો પણ લખે છે, જેના કારણે  તે સતત વિવાદોમાં પણ રહે છે. જ્યારે તેણે ઓબેઝ એટ્લે કે વધારે વજન ધરાવતા લોકોને સેક્સ ટિપ્સ આપવા પર એક પુસ્તક લખ્યું ત્યારે ખૂબ જ ચર્ચામાં અને વિવાદોમાં રહ્યાં હતાં.


2015 માં એક ઇવેન્ટમાં મર્લિન મેક્રોનને મળ્યાં હતાં. ત્યાં તેમણે પોતાનું પુસ્તક ભેટ આપ્યુ હતુ. આ ઘટનાના માંડ બે અઠવાડિયા પછી, મેક્રોને તેમને બોલાવ્યા અને તેમને એક કાર્યક્રમમાં હાજર રહેવાની તક આપી હતી. ત્યારથી, તે મેક્રોનના પ્રિય લોકોની યાદીમાં આવી ગયા હતા. ત્યાર બાદ મર્લિને 2014માં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારે તે ડેપ્યુટી મેયર બની ગયા હતા.


હવે મર્લિનને પ્લેબોયના કવર પર દેખાયા પછી, તેણીને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવી રહી છે, અને તે જડબાતોડ જવાબ પણ આપી રહી છે. કારણ કે તે એક મજબૂત નારીવાદી સ્ત્રી નેતાની છબી ધરાવતી મંત્રી છે. તેથી તેણે ટ્વિટર પર ટીકાકારોની આકરી ટીકા પણ કરી હતી. વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રોન સાથે તેમણે પણ ખૂબ ઝડપી પ્રગતિ કરી હતી. અગાઉ તે દેશમાં જુનિયર સેક્રેટરી એટલે કે જુનિયર મંત્રી અને હવે કેબિનેટના વરિષ્ઠ મંત્રી બની ગયા છે, પરંતુ તેના નિવેદનો, ટીવી શો ઘણી વખત તેઓને ચર્ચાઓ અને વિવાદોમાં લાવે છે.



પ્લેબોય મેગેઝીન જાણીતું મેગેઝીન છે પરંતુ તે ઘણીવાર તેના કવર પર સોફ્ટ પોર્ન શૈલીમાં સુંદર મોડલ્સના ફોટોઝ રજૂ કરે છે અને અંદર તેમના ઉત્તેજક ફોટોગ્રાફ્સનું આલ્બમ બનાવે છે. પ્લેબોય મેગેઝિન થોડા દિવસો પહેલા જ બંધ થઈ ગયું હતું. તાજેતરમાં તેને ફરીથી લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે તો વિશ્વની જાણીતી હસ્તીઓ સામાન્ય રીતે આ મેગેઝિન પર આવવાનું પસંદ કરતી નથી. જોકે પ્લેબોયએ કેટલીક વખત કેટલાક પ્રખ્યાત ખેલાડીઓ અને લોકોને કવર પર પોઝ આપવા માટે ખૂબ  પ્રયાસ કર્યા હતા અને ઘણી બહડી વખત તેઓ સફળ પણ રહ્યા હતા.


એવું માનવામાં આવે છે કે જો પ્લેબોય કોઈપણ સેલિબ્રિટી અથવા મોડેલને તેના કવર પર લાવે, તો તે સેલિબ્રિટીને ઘણા પૈસા ચૂકવે છે. જ્યારે 40 વર્ષીય ફ્રાન્સના મંત્રી  કવરપેજ પર આવ્યા અને ઇનરવેર જેવા કપડામાં કવર માટે સેન્સેશનલ કહી શકાય એ પ્રકારના ફોટો શુટ કરાવ્યા, ત્યારે ઘણો હોબાળો મચી ગયો હતો. તેમણે મંત્રી તરીકે ખરાબ દાખલો બેસાડ્યો હોવાથી હોબાળો પણ થયો હતો. બીજું, કે આ માટે  તેમણે મોટી રકમ વસૂલ કરી હોવાનું પણ માનવામાં આવે છે.


મર્લિને માત્ર 19 વર્ષની વયે પ્રથમ વખત વર્ષ 2001માં લગ્ન કર્યા હતા. કમનસીબે આ લગ્ન ટૂંક સમયમાં જ તૂટી ગયા. ત્યારબાદ તેમણે 2006માં ફરી લગ્ન કર્યા હતા. મર્લિન પોતાની કારકિર્દીની શરૂઆત એક એડ કંપનીથી કરી હતી. નોકરીની સાથે સાથે અભ્યાસ પણ કરતી હતી. આ દરમિયાન તેમણે એક ઓનલાઈન મેગેઝીન શરૂ કર્યું હતુ. નારીવાદી નેતા તરીકે જ તેમણે બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી તેમણે ફૂલ ટાઈમ લેખક બનવા માટે તે એડ કંપનીની નોકરી છોડી દીધી. રાજકારણમાં પ્રવેશ પણ બાદમાં કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application